દ્વારકામાં રાત્રે સૂતેલી બે બહેનોને સાપે દંશ મારતા મોત નિપજ્યુ
તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં સર્પ કરડવાના કારણે બે માસુમ બહેનોના મોત નિપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો હતો. ત્યારે હવે દ્વારકા જિલ્લામાં ફરી સર્પદંશમાં બે દીકરીઓનો જીવ ગયો છે. ખંભાળિયાના સલાયા ગામમાં ૧૨ કલાકના અંતરે જ બે બહેનોના મોત નિપજ્યા છે. બંનેના શરીર લીલા રંગના બની ગયા હતા, જેથી સર્પદંશથી બંનેના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાળિયાના સલાયા ગામમાં સાજીદ અબ્દુલ સત્તારનો એક પરિવાર રહે છે. તેમની બે દીકરીઓ ૧૪ વર્ષીય સબીહા અને ૯ વર્ષીય ઈન્શા છે. ૨૮ જુલાઈના રોજ રાત્રે ભોજન લીધા બાદ બંને બહેરનો સૂઈ ગઈ હતી. સવારે ઉઠાવ્યા છતા બંને જાગી ન હતી. જેથી બંનેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા હતા. લગભગ ૧૨ કલાકના અંતરમાં બંનેના મોત નિપજ્યા હતા.
ડોક્ટરની તપાસમાં માલૂમ પડ્યું કે, બંને બહેનોના શરીરનો રંગ લીલો પડી ગયો હતો. ૧૨ કલાકના અંતરમા જ મોત નિપજતા સર્પદંશથી મોત થયુ હોવાની શંકા છે. જાેકે પીએમ રિપોર્ટ બાદ જ બન્નેના મોતનું કારણ જાણી શકાશે.
સર્પ દંશની ઘટનાની જાણ થતા જ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. લોકો સતર્ક થયા છે. પાંચ દિવસ પહેલા જ ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકના લામધાર તાલુકામાં સર્પ કરડવાના કારણે બે માસુમ બહેનોના મોત નિપજ્યાનો કરુણ બનાવ બન્યો હતો. ત્યારે પાંચ દિવસના ગાળામાં આ બીજા બે મોત છે.
Recent Comments