દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વીજ કરંટના કારણે ૩ ના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે ખેતરમાં ટીસી પર રીપેરીંગ કરવા જતાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ બીજા વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ વીજ કરન્ટ લાગતા બંનેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલોસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. જ્યારે બીજી ઘટનામાં કલ્યાણપુરના ગઢકા ગામે ખેતરમાં જીવંત વીજ વાયર નીચે પડતા બાળકીનું મોત થયું છે. બાળકી ખેતરમાં રમતી હતી અને એ વેળાએ જ વીજ વાયર નીચે પડતા મોત નીપજ્યું. વીજ કરન્ટની બે ઘટનામાં કુલ ૩ મોત નીપજતા કલ્યાણપુર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.દેવભૂમિ દ્વારકામાં ચોંકાવનારી ઘટના બની છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં વીજ કરંટ લાગતા ૩ વ્યક્તિના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના ચાચલાણા અને ગઢકા ગામમાં આ દુખદ ઘટના બની છે. ત્યારે ચાચલાણા ગામમાં એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો. જેને બચાવવા જતા અન્ય વ્યક્તિને પણ કરંટ લાગ્યો અને બંનેનું મોત નીપજ્યું. જ્યારે ગઢકામાં ખેતરમાં વીજ વાયર અડી જતા બાળકીનું મોત થયું હોવાની દુખદ ઘટના ઘટી છે.
દ્વારકામાં વીજ કરંટથી ૩ વ્યક્તિના મોત

Recent Comments