દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ બેંક લોન માટે જિલ્લા કક્ષાનો કેસ ક્રેડીટ મેળો યોજાયો
ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, તેઓ આર્થિક રીતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર થઈને જુદા-જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતા, વર્ધન, બેંક લિન્કેજ અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યરત છે. ભાણવડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્વ સહાય જૂથોને જુદી-જુદી આર્થિક પ્રવૃતિઓ માટે બેંક લોન એક જ સ્થળેથી મળી રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લીડ બેંકના સંકલનથી કેસ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ તેમના ઉદબોધનમાં જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની હેઠળ બહેનોને સંગઠિત થઈ કેવી રીતે આજીવિકા મેળવતા થાય તથા માર્કેટની જરૂરીયાત મુજબ કામગીરી કરે તેમ અનુરોધ કર્યો હતો. કેમ્પ દરમ્યાન કુલ ૨૫૦ અરજીઓ અલગ અલગ બેન્કોમાં સ્પોન્સર કરવામાં આવી હતી. જે પૈકી ૧૭૦ અરજીઓને બેંકોએ સૈધાંતિક મંજૂરી આપી હતી. જ્યારે ૧૦ અરજીઓના મંજૂરી પત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સખી મંડળના સભ્યો કે જેમણે પોતાના અને આસપાસના ગામમાં બહેનોના ઉત્કર્ષ માટે નમુના રૂપ કામગીરી કરેલ છે.
તેવી ૩ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ભાણવડ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન જાેશી, ભાણવડ મામલતદાર પી.એ. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી કે.આર. ચુડાસમા, લીડ બેંકના મેનેજર આર.કે. વર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા નિયામકના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની ટીમે જહેમત ઉઠાવી હતી.
Recent Comments