દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને સખીમંડળોને લોન સહાયનું વિતરણ કરાયું
દિનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ મિશન હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. અને ગ્રામવિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખંભાળિયાના ટાઉનહોલ ખાતે સ્વ સહાય જૂથોની બહેનોને કેશ ક્રેડિટ લોન, રિવોલવિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના લાભ વિતરણ કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના લાભાર્થીઓને કુલ રૂ.૫૨,૪૦,૦૦૦ના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કેશ ક્રેડિટ કેમ્પમાં લાભાર્થીઓને કુલ રૂ.૮,૫૦,૦૦૦ના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરેલા બહેનોનું સન્માન તથા બેન્ક સખીને નિમણૂક પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. સખી મંડળો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વસ્તુઓનું માર્કેટિંગ થઈ શકે અને લોકો પણ બહેનોના હુન્નરને જાણી શકે તે માટે આવા સખી મેળાઓ લાભદાયક સાબિત થાય. દ્વારકા જિલ્લામાં ૩૨૦૦ થી વધુ સખીમંડળો કાર્યરત છે જેમાં ૨૮૦૦૦ થી વધુ બહેનો સંકળાયેલા છે. અનેક મંડળો તો વિદેશમાં પણ પોતાની વસ્તુઓનું વેચાણ કરી રહ્યું છે. જે અન્ય મંડળોને ઊંચી ઉડાન ભરવા માટે પ્રેરણા આપે છે.
આજના આ કાર્યક્રમનું આયોજન આપણી માતાઓમાં, બહેનોમાં જે હુન્નર, કલા રહેલી છે તેને ખીલવવા માટે આર્થીકરૂપે સહાય કરવા માટે કરવામાં આવ્યું છે. બહેનો આર્ત્મનિભર બની શકે તે માટે સખી મંડળો બનાવવામાં આવ્યા છે. અને તેમને કેશ ક્રેડિટ લોન, રિવોલવિંગ ફંડ જેવી વિવિધ લોન સહાય આપવામાં આવી રહી છે. મહિલા આર્ત્મનિભર બનશે અને પોતાનું જીવન નિર્વાહ પણ સારી રીતે કરી શકશે.- એમ.એ.પંડ્યા, કલેકટર, દ્વારકા.ખંભાળિયામાં કેશ ક્રેડિટ લોન, રિવોલવિંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ કેમ્પ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો,જેમા સખી મંડળોને રૂ.૬૦,૯૦,૦૦૦ ની લોન સહાયનું વિતરણ કરાયું.
Recent Comments