fbpx
અમરેલી

 દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવાનો સંદેશ સાર્થક કરવાનો સ્તુત્ય પ્રયાસ. નવરાત્રી દરમિયાન વ્યાપ્ત અંધકારને દૂર કરવા માટે  છેવાડાના પછાત વિસ્તારોમાં સોલાર લાઈટનું વિતરણ આ સેવાભાવી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું. આ ગ્રુપના સેવાકાર્યની શહેરમાં ચોમેર પ્રશંસા થઈ રહી છે 

સોમનાથ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી  સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જેમાં ગરીબ બાળકોને નાસ્તો , કપડાં, જીવન જરૂરી વસ્તુનું  વિતરણ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વળી આ ગ્રુપ દરેક તહેવારની ઉજવણી  ગામડાના છેવાડા જરૂરિયાતમંદ બાળકોની સાથે કરતાં જોવા મળે છે. હાલ પવિત્ર નવરાત્રી પર્વનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ માઁ ના નવલાં નોરતાંના તહેવાર  નિમિત્તે રાત્રી દરમિયાન પછાત વિસ્તારોમાં વ્યાપ્ત અંધારાને કારણે લોકોને તકલીફ પડતી હોય તે બાબત ધ્યાનમાં આવતાં આ અંધકારનો દૂર કરવાના  શુભ આશયથી સોમનાથ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા સોલારથી ચાલતી લાઈટનું વિતરણ આવા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું તેમ દેવર્ષિ બોરીસાગર, પ્રમુખ સોમનાથ યુવા ગ્રુપ તથા વિજય આહીર  ઉપપ્રમુખ સોમનાથ યુવા ગ્રુપ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું. આમ માઁ ના નવલાં નોરતાંનું પર્વ છેવાડાના પછાત વિસ્તારના લોકો પણ આનંદ, ઉમંગ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી શકે એ માટે પણ પર્યાપ્ત પ્રકાશની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આ સેવા કાર્ય કરવામાં આવેલ.

Follow Me:

Related Posts