fbpx
ગુજરાત

ધનતેરસના દિવસે સોના અને ચાંદીની બજારમાં તેજીનો માહોલદેશમાં ૨૭ હજાર કરોડ રૂપિયાનું સોનુ અને ૩ હજાર કરોડના ચાંદીનું વેચાણ

ધનતેરસના દિવસે આ વખતે બજારમાં પહેલેથી જ તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી માટે જ્વેલર્સને ત્યાં સવારથી જ ભીડ લાગેલી જાેવા મળી હતી. ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ આપેલી માહિતિ મુજબ દેશમાં ૨૭ હજાર કરોડ રૂપિયાનું સોનુ અને ૩ હજાર કરોડના ચાંદીનું વેચાણ થઈ ગયું છે. ગયા વર્ષની વાત કરીએ તો ધનતેરસ પર આ જ બિઝનેસ ૨૫ હજાર કરોડ રૂપિયા પર પોહચ્યો હતો. ગયા વર્ષે તો સોનાનો ભાવ પણ પ્રતિ ૧૦ ગ્રામ ૫૨૦૦૦ રૂપિયા હતો જે આ વખતે પ્રતિ ૧૦ ગ્રામ ૬૨ હજાર સુધી પોહચ્યો હતો. ચાંદી ૫૮ હજાર પરથી ૭૨ હજાર પ્રતિ કિલો એ પોહચી ગઈ.

આ વર્ષે તો સોના ચાંદીનો વેપાર જ ૩૦ હજાર કરોડને પાર કરી ગયો છે. દેશભરમાં સોના ચાંદીના વેપારના અનુમાનિત આંકડા મુજબ ધનતેરસ પર ૪૧ ટન સોનુ અને ૪૦૦ ટન ચાંદીના ઘરેણા અને સિક્કાઓનું વેચાણ થઈ ગયું છે. દેશમાં લગભગ ૪ લાખ જેટલા નાના મોટા જ્વેલર્સ છે કે જેમાંથી ૧૮૫૦૦૦ તો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્‌સ માન્યતા પ્રાપ્ત છે. ૨૨૫૦૦૦ નાના જ્વેલર્સ જાે કે હજુ બીઆઈએસ માન્યતા પ્રાપ્ત નથી કેમકે તે એવા નાના વિસ્તારથી આવે છે. એક આંકડા પ્રમાણે તો સોનુ ૮૦૦ ટને અને ચાંદી ૪૦૦૦ કિલો વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બીસી ભરતિયા અને નેશનલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલના જણાવ્યા અનુસાર ધનતેરસના દિવસે શ્રી ગણેશ જી, શ્રી લક્ષ્મીજી, શ્રી કુબેર જીની મૂર્તિઓ અથવા ચિત્રોની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે આ દિવસે વાહનો, સોના-ચાંદીના દાગીના, સાવરણી સાથે વાસણો, રસોડાના ઉપકરણો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, દિલ્હીમાં જથ્થાબંધ બજારોમાં ચાંદની ચોક, દરિબા કલાન, માલીવાડા, સદર બજાર, નયા બજાર, છૂટક બજારોમાં કમલા નગર, અશોક વિહાર, મોડલ ટાઉન, શાલીમાર બાગ, પિતામપુરા, રોહિણી, મોટા વેપારીઓની અપેક્ષા છે.

Follow Me:

Related Posts