ધનતેરસના રોજ ગૌ પૂજન
માયાભાઈ આહિર દ્વારાગૌ ધામ કોટિયા ખાતે ધનતેરસના દિવસે ગૌ પૂજન કરવામાં આવ્યુંગુરુદત્તાત્રેય આશ્રમ કોટીયા (તા. મહુવા) ખાતે આવેલ ગૌશાળા ખાતે અહીંના મહંત થાણાપતિ લહેરગીરીબાપુના સાનિધ્યમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે ગૌ પૂજન કરવામાં આવ્યું હતું.ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર દિવાળી પર્વમાળામાં આવતા ધનતેરસના દિવાળીના પર્વના દિવસે માયાભાઈ આહીર તેમજ સંતો અને અગ્રણીઓના હસ્તે ગૌ પૂજન કરીને ધનતેરસનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આવેલા એ લોક સાહિત્યકાર અને લોકશિક્ષક માયાભાઈ આહીરે શાસ્ત્રોના આધારે આપણી સંસ્કૃતિમાં ગાયોના ઘણ અને ધન વિશે વિગતે વાત કરી હતી. ગોધામ કોટિયા ખાતેના આ કાર્યક્રમમાં ભજનીક અરવિંદબાપુ, લોક સાહિત્યકાર નાજાભાઇ આહીર, લક્ષ્મણભાઈ કામળિયા, ભગુડા તેમજ ઘનશ્યામભાઈ સૈડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments