ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૮મી જૂનથી ખુલ્લું મૂકાશે
રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને આગામી તા. ૧૮મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ ુુુ.ૈારીઙ્ઘેં.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
Recent Comments