ગુજરાત

ધરપકડ કરેલા આપના નેતાને છોડાવવા જતા વકીલની પોલીસે અટકાયત કરી

ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડ મામલે વિરોધ પ્રદર્શન અને ચેરમેન આસિત વોરાનું રાજીનામું માંગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આપના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવિણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ બાદ આજે બપોરે ૩.૩૦ વાગ્યે ગાંધીનગરની કોર્ટમાં રજુ કરવામાં આવશે. તમામ ડિટેઇન કરેલા કાર્યકરોને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લઈ જવાયા હતાં. જ્યાં પોલીસ દ્વારા સજ્જડ કિલ્લા બંધી કરી દેવામાં આવી હતીં.

ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, હસમુખ પટેલ, નિખિલ સવાણી, પ્રવિણ રામ અને શિવ કુમાર સહિતના અંદાજે ૪૦૦થી ૫૦૦ લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે. જેમાથી ૭૦ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.ધરપકડ કર્યામાં ૨૬ મહિલાઓ પણ સામેલ છે. તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. હવે તમામને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમલમ ખાતે વિરોધ પ્રદર્શનમાં ગયેલી આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોની પણ પોલીસે આ ગુનામાં ધરપકડ કરી હતી. મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને જજ સમક્ષ રજુ કરવામાં આવી હતી.

મહિલા આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે ના મંજુર કરી તમામને જેલમાં મોકલવાનો હૂકમ કરતાં ગઈ કાલે મોડી રાત્રે તમામ મહિલા આરોપીઓને સાબરમતિ જેલમાં મોકલવામાં આવી હતી.ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા વિરોધ પ્રદર્શન મામલે ૬ આગેવાન સહિત ૭૦ જેટલા આપના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટી ધરપકડ મામલે વધુ ઉગ્ર બને તે પહેલાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી આપના મોટા નેતાઓની અટકાયત શરૂ કરવામાં આવી છે. મોડી રાતથી જ પોલીસ તમામ આપના નેતાઓની અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી રાખ્યાં છે. ત્યારે ‘આપ’ના નેતાઓને છોડાવવા માટે જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જ્યેન્દ્ર આભવેકર આજે ગોપાલ ઇટલીયાના જમીન માટે ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક પોલીસે તેમને ડિટેઇન કરી લીધા હતાં.વકીલ દ્વારા જમીન માટેના કાગળ તૈયાર કરી લેવામાં આવ્યા છે પણ તેમને ડિટેઇન કરતા હવે આપના કાર્યકરોના વકીલ કોણ બનશે તે સામે પ્રશ્ન ઉભો થયો છે. આપના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ ૧૮ જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટી તરફથી હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. જે મામલે આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, ગઈ કાલે ખુદ પોલીસ જ અમારી વિરૂદ્ધમાં હતી. ત્યારે હવે પોલીસ ઉપર જ અમને ભરોસો નથી જેથી હવે સીસીટીવી ફૂટેજ મીડિયા ફૂટેજ અને સોશિયલ મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું. જુદા જુદા જીલ્લા માંથી અટકાયત થયેલા છછઁ ના તમામ નેતાઓ અને કાર્યકરો આજે એક દિવસના પ્રતીક ધરણા કરી ભાજપ સરકારની તાનાશાહીનો વિરોધ નોધાવશે.સાબરકાંઠા જિલ્લામાંથી પોલીસે મોડી રાત્રે અને વહેલી સવારે આપના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કર્યાં હતાં.

Follow Me:

Related Posts