અમરેલી

ધરાશાયી વૃક્ષો –બંધ રસ્તાની અડચણો દૂર કરતી પાલીકા.

વિનાશકારી વાવાઝોડાને કારણે ઉભી થયેલી પરિસ્થિતીમા અમરેલી શહેરના નાગરિકોે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે તૈનાત એન.ડી.આર.એફ.ટીમના સંકલનમા રહીને કામકરી રહેલ અમરેલી નગર પાલીકાએ વાવાઝોડાની વિદાય બાદ શહેરની સમસ્યા ત્વરીત થાળે પાડવા અને ધરાશાયી વૃક્ષોને કારણે બંધ રસ્તાઓ ફરી શરૂ કરી દેવામા આવેલ આ માટે જે.સી.બી.સહિત અન્ય મશીનરીઓ સાથે ટીમોને કામે લગાડવામા આવેલ. આ તકે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, ડો. ભરતભાઈ બોઘરા, ચંદુ(સંજય)ભાઈ રામાણી, સુરેશભાઈ શેખવા, ચિરાગભાઈ ચાવડા, મનીષભાઈ ધરજીયા, મયુરભાઈ માંજરીયા સહિત આગેવાનો અને પાલીકા અધિકારીઓ–કર્મચારીઓ આ કાર્યમા જોડાયા હતા

Related Posts