ધર્માતરણ મુદ્દે ખુલાસોઃ દર મહિને સલાઉદ્દીનના એકાઉન્ટમાં લાખોનું વિદેશી ફંડ આવતું
યુપીમાં મુકબધીર બાળકોનું ધર્માતરણ કરાવવા હવાલાથી લાખો – કરોડો રૂપિયા પહોંચાડવાના રેકેટમાં ઝડપાયેલા ફતેગંજના સલાઉદ્દીનના એકાઉન્ટમાં દર મહિને લાખો – કરોડો રૂપિયાનું ફંડ વિદેશથી આવતું હોવાનું એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત એટીએસએ વડોદરાના પાંચ શખસોની પુછપરછ કરી હાલ જવા દીધા છે. જાેકે, પાંચય જણાંની ગતીવિધિ પર એટીએસની નજર છે અને તેમની કુંડળી પણ એકત્ર કરવામાં આવી રહી છે.
આજવા રોડ પર સુલેમાની ચાલ સામે શાલીમાર ફ્લેટમાં આફમીન ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતો સલાઉદ્દીન શેખ (ઉં.વ.૫૬) પાણીગેટ – હરણખાના રોડ પર આવેલા મુસ્લિમ મેડિકલ સેન્ટરનો મુખ્ય ટ્રસ્ટી પણ છે. સલાઉદ્દીન દેશભરમાં ધર્માતરણનું રેકેટ ચલાવતાં ઉત્તપ્રદેશના મૌલાના ઉમર ગૌતમ તથા મુફ્તિ કાજી જહાંગીર કશ્મીને હવાલાથી રૂપિયા પહોંચાડતો હતો. અત્યાર સુધીમાં સલાઉદ્દીને કરોડો રૂપિયા હવાલાથી તેમને મોકલ્યા હતા.
સલાઉદ્દીનના રેકેટનો પર્દાફાશ થયા બાદ યુપી એટીએસ તેને ઉંચકી ગઈ હતી. ઉત્તરપ્રદેશ એટીએસએ આરોપી સલાઉદ્દીન શેખને કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં એવી હકિકત બહાર આવી છે કે, સલાઉદ્દીનના એકાઉન્ટમાં દર મહિને વિદેશથી લાખો – કરોડો રૂપિયાનું ફંડ આવતું હતું. જેમાંથી મોટી રકમ તે મૌલાના ઉમર અને મુફ્તિ કાજી જહાંગીરને હવાલાથી આપતો હતો. એટીએસની ટીમે સલાઉદ્દીનના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ પણ મેળવી લીધી છે. જેના આધારે સલાઉદ્દીન કોની સાથે સંપર્કમાં રહેતો હતો? તેણે ક્યાં ક્યાં વાતો કરી છે? તેના તાળા એટીએસ મેળવી રહી છે. આ ઉપરાંત એટીએસ દ્વારા સલાઉદ્દીનના વૉટ્સએપની પણ માહિતી મેળવવાની તજવીજ કરાઈ છે.
પાણીગેટ – હરણખાના રોડ પર આવેલા મુસ્લિમ મેડિકલ સેન્ટરને કોવિડ સેન્ટરમાં ફેરવી દેવાયુું હતું. ત્યારબાદ આર્યુવેદિક પાસે બીજી હોસ્પિટલમાં શરૂ કરાઈ હતી. આ મુસ્લિમ મેડિકલ સેન્ટરે વેન્ટીલેટર ડોનેશનથી મેળવ્યાં હતા. તેમજ ખાવા – પીવાનું પણ દાત્તાઓ તરફથી આપવામાં આવતું હતું. એબ્યુલન્સ પણ ડૉનેટ થઈ હતી, તેમ છતાં દર્દીઓ પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. માત્ર એક એમડી ડૉક્ટરનું જ સુપરવિઝન રહેતું હતું. જ્યારે બીએચએમએસ ડૉક્ટરોથી હોસ્પિટલ ચાલતી હતી. મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં પાર્કિગ નથી. ફાયરની એનઓસી વિના વર્ષોથી આ હોસ્પિટલ કાર્યરત હોઈ તાજેતરમાં સીલ કરાઈ હતી, તેમ છતાં હોસ્પિટમલાં દર્દીઓને દાખલ કરવામાં આવતાં હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ કહેવાય છે કે, ફંડ મેળવવા માટે ફાટેલા કપડાં પહેરી ચોક્કસ વ્યક્તિઓને હોસ્પિટલમાં સુવડાવી દેવામાં આવતા હતા.
સ્થાનિક રહિશે જણાવ્યું હતું કે, મહેન્દ્ર કોઠારીએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યા બાદ તેનું નામ માહીર કરી નાંખ્યું હતું. તેઓ બજાજ ૧૫૦ સ્કુટર લઈને મુસ્લિમ મેડિકલ સેન્ટર પર આવતા હતા, ત્યારથી હું તેમને ઓળખું છું. લાંબા સમય સુધી મુસ્લિમ મેડિકલ સેન્ટરના મુખ્ય ટ્રસ્ટી રહ્યાં બાદ માહીર કોઠારી ચમચમાતી કારમાં આવતાં થઈ ગયા હતા. તેઓ પણ અંદરખાને હિંદુઓ ધર્માતરણ કરી ઈસ્લામ અપનાવે, તેવું ઈચ્છતા હતા. એક વખત તેમણે મને એક બુક આપી કહ્યું કે, ઈસ કો પઢો, ઈસ્માલ કિતના અચ્છા હે, દો-તીન બીબી રખના કા ચાન્સ ભી દેતાં હે. જાેકે, મેં તેમની વાતોમાં ન આવી તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે, બીજી વખત આ વાત મારી સમક્ષ કરતાં નહીં. દરમિયાન દુબઈમાં બ્રેઈન સ્ટોક આવ્યા બાદ માહીર કોઠારીનું અવસાન થયું હતું.
આધારભુત સૂત્રોના જણાવ્યા મુજબ, યુપીના મૌલાના ઉમર ગૌતમ પાસેથી મળેલા રજિસ્ટરના આધારે ૪૦૦ લોકોને હિંદુમાંથી મુસ્લિમમાં કન્વર્ટ કરાયા છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. છેલ્લા દોઢ દાયકાથી ઉમર ગૌતમ અને તેની ગેંગ આ જ કામ કરતી હતી. કહેવાય છે કે, કચ્છમાં પણ ધર્માતરણ કરાવવા કટ્ટરપંથીઓએ ડેરા તંબુ તાણ્યા હતા. લાંબા દિવસો સુધી ત્યાં રહીને કેટલાક હિંદુઓનું માઈન્ડ વૉશ કર્યું હતું, પરંતુ કેટલા વ્યક્તિઓને તેમણે કન્વર્ટ કર્યા છે? તેની માહિતી હજૂ સુધી બહાર આવી નથી.
વડોદરા શહેર અને જિલ્લામાં ધર્માતરણથી લઈ લવજેહાદની ઘટનાઓને અંજામ આપતી આખી ટોળકી સક્રિય છે, પરંતુ આઈબીનું નેટવર્ક નબળું હોવાથી મોટાભાગના બનાવોમાં ઘટના ન બને, ત્યાં સુધી હકિકત તેમની પાસે આવતી નથી. આઈબીનું તંત્ર મોટાભાગે કોણ ક્યાં પક્ષમાં જાેડાયું? રાજકિય હલચલ શું થઈ રહી છે? સરકાર વિરુદ્વ કોણ આવેદનપત્ર આપવાનું છે? સરકારનો વિરોધ ક્યાં થઈ રહ્યો છે? જેવા મુદ્દાઓમાં જ વધુ રસ દાખવે છે. તેમાંય તાજેતરમાં વડોદરા આઈબીના ડીસીપી જયરાજસિંહ વાળાએ વડોદરા સિટીમાં બદલી કરાવી લીધી હતી. જેને લઈ આજે પણ આઈબીમાં ડીસીપીની જગ્યા ખાલી પડી છે.
Recent Comments