ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના અભિનયએ સાબિત કરી દીધું છે કે, ઉંમર માત્ર એક આંકડો જ છે. એક સીનમાં બંનેને લિપ-લોકિંગ જાેઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. દ્રશ્ય એવું છે કે, વ્હીલચેર પર બેઠેલા ધર્મેન્દ્ર તેની જૂની ગર્લફ્રેન્ડ શબાના આઝમીને મળે છે. જૂના દિવસોને યાદ કરીને, તે પરિવારની સામે તેના હોઠ પર ચુંબન કરે છે. ધર્મેન્દ્ર-શબાના આઝમીના રોમેન્ટિક સીન પર ફેન્સે નેગેટિવ ટિપ્પણી પણ કરી છે. ૮૭ વર્ષીય ધર્મેન્દ્રના એક પ્રશંસકે કમેન્ટ કરી છે કે, ‘ધર્મેન્દ્ર અને શબાના જીનું લિપલોક કંઈક એવું હતું જેની કોઈને અપેક્ષા નહોતી. હું આશ્ચર્યચકીત થઇ ગયો. જ્યારે ધર્મેન્દ્રને લોકોની પ્રતિક્રિયા જાણવા મળી તો તેણે કોમેન્ટ કરી, ‘ફિલ્મ જુઓ અને કહો કે, આ ઉંમરમાં તમારો ધરમ તેની ભૂમિકા ભજવવામાં કેટલો સફળ રહ્યો છે. ધર્મેન્દ્રના એક પ્રશંસકે તેમના વખાણ કરતા લખ્યું, ‘સૂરજને દીવો બતાવવાનું વિચારવાની પણ અમારી ક્ષમતા નથી. મોટા પડદા પર તમારું ઉત્તમ કામ અને ટિ્વટર દ્વારા તમારી નિખાલસતા જાેઈને અમે સમજી શક્યા છીએ કે, આ અમારા જીવનને ધન્ય બનાવવા માટે પૂરતું છે.
બાંકે બિહારીજી મહારાજ તમને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખે. ફિલ્મ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં અન્ય એક યૂઝરે અંતમાં લખ્યું, ‘શબાના આઝમી અને ધર્મેન્દ્ર આ ફિલ્મના આત્મા છે.’ ધર્મેન્દ્ર-શબાનાના કિસિંગ સીન અંગે એક યુઝરે લખ્યું, ‘જયા બચ્ચન સામે ધર્મેન્દ્ર અને શબાના આઝમીનું કિસ સીન, જે આ બધું જાેઈને અચાનક બેહોશ થઈ જાય છે અને સીન બદલાઈ જાય છે. ‘સિલસિલા’ પછી હવે આ? જયા બચ્ચન તેના વાસ્તવિક જીવનથી પ્રેરિત એવા રોલ કેમ સ્વીકારે છે? કરણ જાેહરે ઘણા વર્ષો પછી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી દિગ્દર્શનમાં એન્ટ્રી મારી છે. ૨૮ જુલાઈના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મને ચારે બાજુથી પ્રશંસા મળી રહી છે. ફિલ્મે પહેલા દિવસે ૧૧.૫ કરોડની કમાણી કરી હતી. શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર તેમના પ્રદર્શનથી નિરાશ થયા નથી. રણવીર સિંહના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ૭૨ વર્ષીય શબાના આઝમી તેમના જમાનાની જબરદસ્ત અભિનેત્રી છે, જે સની દેઓલની ‘ગદરઃ એક પ્રેમ કથા’ વિશેના તેમના જૂના નિવેદનને કારણે પણ હેડલાઇન્સમાં છે. ત્યાર બાદ તેણે આ ફિલ્મને ઉશ્કેરણીજનક ગણાવી ટીકા કરી હતી.
Recent Comments