બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશાં તેના શબ્દોનો કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ કંગનાએ તેના ફેન્સને ગિફ્ટ આપવા માટે તેની આગલી ફિલ્મ ધાકડનું એલાન કરી દીધંુ છે જેના પ્રમોશન દરમિયાન કંગના રનૌત એક બોલ્ડ ડ્રેસ પહેરીને સ્પોટ થઈ હતી. કંગનાને તેના આ ડ્રેસને કારણે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી. આટલંુ જ નહીં. લોકોએ તેને સંસ્કૃતિ અને પરંપરાની યાદ પણ અપાવી દીધી. કંગનાએ તેની ફિલ્મ ધાકડના પ્રમોશન દરમિયાન એક ડીપ નેક–ચેક એન્કલ લેન્થ ડ્રેસ પહેર્યો હતો.
આ ડ્રેસની સાથે તેણે મેસી હેરસ્ટાઇલ બનાવી હતી જેમાં કંગના ખૂબ જ હોટ લાગી રહી હતી પરંતુ ફેન્સને કંગનાનો આ લૂક જરા પણ પસંદ ન આવ્યો જેને કારણે સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેની નિંદા કરી રહ્યા છે. કેટલાક લોકો કંગનાના લૂક પર કમેન્ટ કરી તેને સંસ્કૃતિની યાદ અપવી રહ્યા છે. સાથે જ યૂઝર્સે કંગનાને સારા કપડાં પહેરવાની સલાબ આપી. આટલું જ નહીં કેટલાક યૂઝર્સે તો કંગનાને ડ્રામા ક્વીન પણ કહી છે. કંગના તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન ટાઇટ સિક્યોરિટીની વચ્ચે જાેવા મળે જે તેને સેન્ટ્રલ ગવર્નમેન્ટ તરફથી મળી છે.
Recent Comments