ધાકડ ગર્લે બોલિવૂડ માફિયાઓને આડે હાથ લીધા, કંગના રનૌતે સ્પષ્ટ કહી દીધી વાત
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/02/File-01-Page-19-8-1140x620.jpg)
એક્ટ્રેસ કંગના રનૌત તેની એક્ટિંગ અને કામ કરતાં તેના નિવેદનોને કારણે સોશિયલ મીડિયામાં વધારે ચર્ચામાં રહેતી હોય છે. કંગના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હોય છે, અને ઘણીવાર ચાલતા મુદ્દાઓ અને કોઈ પણ વ્યક્તિને નિશાન બનાવતી રહેતી હોય છે. ફરી એક વાર ધાકડ ગર્લે બોલિવૂડ માફિયાઓને આડે હાથ લીધા છે. કંગનાએ તેના ટિ્વટર એકાઉન્ટ પરથી બે-ત્રણ ટિ્વટ કરી છે. કંગનાએ બોલિવૂડના માફિયાઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, રાત્રે ફોન કરીને પોતાના ઘરે બોલાવતા રુમમાં જનારી હું નથી. તેથી જ તેઓ તેને ઘમંડી કહે છે.
આ સિવાય પણ કંગનાએ કેટલાય પ્રહારો કર્યા હતા. કંગના રનૌતે ટિ્વટ કરીને જણાવ્યું હતુ કે, ‘ભીખારી ફિલ્મ માફિયાએ મારા એટ્ટ્યિુડ મારું ઘમંડ ગણાવ્યું હતુ, કારણ કે, હું નથી બીજી એક્ટ્રેસના જેમ આઈટમ નંબર કરવુ અને લગ્નમાં ડાન્સ કરવું નથી પસંદ, મેં જ્યારે રાત્રે બોલાવવામાં પર હીરોના રૂમમાં જવાની સ્પષ્ટ મનાઈ કરી છે. જેથી તે બધાએ મને પાગલ જાહેર કરી છે, અને મને જેલમાં મોકલવાનો પ્રયાસ પણ કર્યો છે. આ એટિટ્યુડ છે કે, પ્રમાણિકતા? તે પોતાને સુધારવાને બદલે મને સુધારવા ગયો છે. પરંતુ, બન્યુ એવુ કે, મારે મારા માટે કંઈ નથી જાેઈતું. મેં હમણાં જ બધું અડાણે મૂકીને એક ફિલ્મ બનાવી છે. રાક્ષસોનો નાશ થશે, માથાં કાપી નાખવામાં આવશે, કોઈએ મને દોષ ન આપવો જાેઈએ.
કંગનાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, ‘મારી માતા મારા કારણે અમીર નથી. હું રાજકારણીઓ, નોકરિયાતો અને ઉદ્યોગપતિઓના પરિવારથી આવુ છું. મારી માતા પોતે ૨૫ વર્ષથી શિક્ષક છે. ફિલ્મ માફિયાઓએ સમજવું જાેઈએ કે, મારામાં એટિટ્યુડ ક્યાંથી આવે છે, અને હું તેમના માટે લગ્નોમાં ડાન્સ કરવા જેવા કામ કેમ નથી કરતી તેનુ પણ આ કારણ છે. આટલું જ નહીં કંગનાએ એક પછી એક ટિ્વટ કરીને બોલિવૂડ માફિયા પર પ્રહારો કર્યા છે. કંગનાના ફેન્સ આ રીતે જવાબ આપવા માટે તેના વખાણ કરી રહ્યા છે. જાેકે, તેના આક્રોશ માટે કેટલાક લોકો તેને ટ્રોલ કરતા પણ જાેવા મળ્યા હતા.
Recent Comments