અમરેલી

ધાતરવડી–૨ સિંચાઈ યોજનામાં તે જળાશય ડિઝાઇન સ્ટોરેજના ૮૦ ટકા કરતા વધુ સપાટી ભરાયો

તા.૦૭/૦૯/૨૦૨૨ના રોજ ૦૭ કલાકે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસેની ધાતરવડી નદી ઉપર આવેલા ધાતરવડી–૨ સિંચાઈ યોજનામાં તે જળાશય ડિઝાઇન સ્ટોરેજના ૮૦ ટકા કરતા વધુ સપાટી ભરાયો છે. હાલ જળાશયમાં પાણીની આવક ૨,૨૫૮ ક્યુસેક શરુ હોય જેથી ધાતરવડી—૨ જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામ લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તથા સાવચેત રહેવા ચેતવણી સહ સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકના ખાખબાઈ, હિંડોરણા, છતડીયા, વડ, ભચાદર, ધારાનો નેસ, ઉચૈયા, રામપરા –૨, અને કોવાયા અને જાફરાબાદ તાલુકાના લોઠપુર સહિતના  ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના છે.

Related Posts