fbpx
ગુજરાત

ધાનપુરના ઉંડારમાં છોકરીને બાઇક અડી જતાં મારી નાખવાની ધમકી, ચાર હુમલાખોર સામે ફરિયાદ નોધાઇ

ધાનપુર તાલુકાના ઉંડાર ગામમાં છોકરીને બાઇક અડી જતાં તકરાર થઈ હતી.જેમા બે વ્યક્તિને ઈજા થતાં સામ સામે પોલીસ ફરિયાદો નોંધાવાઈ છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામના ભાભોર ફળિયાનો શૈલેષ મથુરભાઇ ભાભોર તથા જીવન અને અશ્વીન એમ ત્રણેય જણા (જીજે-૨૦-એએફ-૩૮૬૧)નંબરની મોટર સાયકલ પર દેવધા ગામે જવા નિકળ્યા હતા. તે દરમિયાન ઉંડાર ગામે હોળી ફળિયા પાસે ઢાળમાં બાઇક ચાલક જીવનભાઇથી એક છોકરી સાથે અથડાઇ જતાં મોટર સાયકલ ઉભી રાખી દીધી હતી.

ત્યારે હોળી ફળિયાના હીંમતભાઇ કલાભાઇ મોહનીયા, ખુમાભાઇ કલાભાઇ મોહનીયા, પર્વતભાઇ કાળીયાભાઇ મોહનીયા તથા નર્વતભાઇ કાળીયાભા મોહનીયા દોડી આવ્યા હતા અને બિભત્સ ગાળો બોલી શૈલેષભાઇ મથુરબાઇ ભાભોરને માર મારી મારી નાખાોની ધમકી આપી હતી. વધુ મારથી બચવાં નદીમાંથી ભાગતાં જતાં શૈલેષભાઇને ઘુટણમાં ઇજા થઇ હતી. આ સંદર્ભે શૈલેષભાઇ મથુરભાઇ ભાભોરે હુમલાખોરો વિરૂદ્ધ ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્રણ સવારી બાઇક હંકારી લાવી કુદરતી હાજતેથી પરત આવતી સોનલબેનને એક્સીડન્ટ કરી મોઢા, છાતીમાં, જમણા પગે સાથળમાં તથા ડાબા પગે ઘુંટણાં ઇજાઓ પહોંચાડતાં સોનલબેનની માતા સમીલાબેન મોહનીયાએ બાઇક ચાલક ચીલાકોટા ગામના શૈલેષભાઇ સુમાભાઇ માવી વિરૂદ્ધ ધાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts