fbpx
ગુજરાત

ધાનેરામાં ભારે વરસાદના પગલે રેલવેના પાટા ઉખડી ગયાં

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદના કારણે ધાનેરા તાલુકામાં ભારે વરસાદથી રેલવેના પાટા ઉખડ્યા છે. પાણીના વહેણને પગલે રેલવેના પાટાનું વ્યાપક ધોવાણ થયુ છે. ધાનેરાના મોટી ડુગડોલ નજીકની રેલવેના પાટાનું ધોવાણ થયું છે. ટ્રેકને નુકસાન થતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે.તો બીજી તરફ બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદના પગલે રોડનું નાળુ તૂટ્યાની ઘટના બની છે. અમીરગઢના રોડનું નાળુ તૂટતા લોકોને હાંલાકી થઈ છે. ભારે વરસાદના કારણે નાળુ તૂટતા ૩ ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ૩ ગામના લોકોને અવર-જવર માટે એક જ રસ્તો હતો. જે ધોધમાર વરસાદના કારણે તૂટી ગયો છે.

Follow Me:

Related Posts