ધામેલ પ્રા. શાળાનું ગૌરવ દેવ્રતસિંહ ગોહિલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈંડિયા દ્વારા આયોજિત “ફિટ ઈન્ડિયા ક્વિઝ માં પસંદગી
દામનગર ના ધામેલ પ્રાથમિક શાળાનું ગૌરવ દેવ્રતસિંહ ગોહિલ ધામેલ પ્રા. શાળા તા. લાઠી,જિ. અમરેલીના તેજસ્વી વિદ્યાર્થી ચિ. દેવ્રતસિંહ ગોહિલ (ધો:8) ના વિદ્યાર્થી એ કેન્દ્ર સરકાર – સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈંડિયા દ્વારા આયોજિત “ફિટ ઈન્ડિયા ક્વિઝ – 2022”ની ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લીધેલો જેના પ્રિલિમિનરી રાઉન્ડ માં ગુજરાત રાજ્યમાં પસંદ થયેલા કુલ 20 વિદ્યાર્થીઓ પૈકી 16માં ક્રમે પસંદ થયેલ છે આ સફળતા મેળવી તેને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેની આ સફળતા અમારી ટીમ બિરદાવે છે અને ભવિષ્યમાં આવનાર ફાઈનલ રાઉન્ડમાં પણ તે વિજેતા બંને તે માટે ખરા અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવે છે.ચિ. દેવ્રતસિંહની આ સિધ્ધિ માટે તેના પરિવારની પ્રેમાળ પરવરીશ ઉપરાંત શાળાના આચાર્યશ્રી- શિક્ષકગણના સહયોગનો સિંહફાળો રહેલો છે.ચિ. દેવ્રતસિંહ ઉત્તરોત્તર પ્રગતિ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવતા સમગ્ર લાઠી તાલુકા ભર ના અગ્રણી ઓ શ્રેષ્ટિ ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments