fbpx
અમરેલી

ધારસભ્ય કાકડીયાએ એસ.ટી. બસોના નવા ત્રણ રૂટોને લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના સાતમા દિવસે એટલે કે આજે વિકાસ દિવસના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઠક્કરબાપાનગર વિસ્તારના ધારસભ્યશ્રી અને પુર્વમંત્રીશ્રી વલ્લભભાઈ કાકડીયા અને સંગઠનના પ્રદેશ પ્રવક્તા શ્રી મહેશભાઈ કસવાલાએ અમરેલીના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે એસ. ટી. વિભાગ દ્વારા નવા શરુ કરવામાં આવેલા બસના ત્રણ રૂટોને લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે અમરેલી એસ.ટી. ડિવિઝનમાંથી સાવરકુંડલાથી અંબાજી, જાફરાબાદથી કૃષ્ણનગર અને બગસરાથી કૃષ્ણનગર એમ કુલ ત્રણ રૂટ શરુ કરતા મુસાફરોની સુવિધામાં વધારો થશે. તકે સંગઠનના પ્રદેશ પ્રવક્તા શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ તેમજ માર્ગ અને વાહન વ્યવહાર નિગમના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts