ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા પંચાયત સીટ વાઈઝ પ્રભારી સહ પ્રભારી ની નિમણુક આપતા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મનુભાઈ ડાવરા
આજ રોજ સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલયે તાલુકા કોંગ્રેસ સમિતિ હેઠળ આવનાર વિધાનસભા ની ચુંટણી ને અનુલક્ષી વિધાનસભા મત વિસ્તાર સાવરકુંડલા તાલુકાના ગામડાઓ ની તાલુકા સીટ વાઈઝ પ્રભારી, સહ પ્રભારીઓની નિમણુક આપવામાં આવી હતી જેમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, દાનુબાપુ, હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઈ ગીડા, અશ્વિનભાઈ ધામેલીયા, ગોરધનભાઈ રાદડિયા, દુલાભાઈ ઉકાણી, દીપકભાઈ સભાયા, ભૌતીક્ભાઈ સુહાગીયા, શંભુગીરી બાપુ, ચંપુબાપુ ધાધલ, પરબતભાઈ કોઠિયા, કાળુભાઈ કાતરિયા, નરશીભાઈ કાછડ, ગોવિંદભાઈ વેકરીયા, રમેશભાઈ બોઘરા, જસુભાઇ ખુમાણ, વિનુભાઈ ગુંદરણીયા, જયદીપભાઈ ખુમાણ, કલ્પેશભાઈ શેલડીયા, વગેરે હાજર રહ્યા હતા તેમાં પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા દ્વારા બુથ કમિટી મજબુત કરવા અને આગામી ચુંટણી ને અનુલક્ષી રણનીતિ ઘડવામાં આવી હતી
જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનુભાઈ ડાવરા દ્વારા મોટા ઝીંઝુડા સીટ ના પ્રભારી શ્રી બટુકભાઈ ઉનાવા, બાઢડા સીટ ના પ્રભારી શ્રી હાર્દિકભાઈ કાનાણી, વાંશિયાળી સીટ પ્રભારી શ્રી ભરતભાઈ ગીડા, આદસંગ સીટ, પ્રભારી દીપકભાઈ સભાયા, દોલતી સીટ પ્રભારી શ્રી કાળુભાઈ કાતરીયા, જીરા સીટ પ્રમુખ શ્રીએ પ્રભારી ની જવાબદારી સ્વીકારી, વીજપડી સીટ, જાંબુડા સીટ, નેસડી સીટ ની જવાબદારી ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતે સ્વીકારી હતી, જુના સવાર સીટ કુમનભાઈ રૈયાણી, સીમરણ સીટ, અશ્વીનભાઈ ધામેલીયા, હરેશભાઈ સોદરવા, ઘાણલા નરશીભાઈ કાછડ, પીયાવા સીટ દુલાભાઈ ઉકાણી, શેલના સીટ, વિનુભાઈ ગુદરણીયા, મુનાભાઈ ડાભી, ઘોબા સીટ, જસુભાઇ ખુમાણ, રમેશભાઈ બોઘરા, ગાધકડા સીટ, ગોવિંદભાઈ વેકરિયા, વીરડી સીટ, ભરતભાઈ સાટીયા પંકજભાઈ ઉનાવા, પીઠવડી સીટ, ગોરધનભાઈ રાદડિયા, દાનાભાઈ મહીડા, આંબરડી સીટ, પરબતભાઈ કોઠીયા, ચંપુભાઈ ધાધલ, મીતીયાળા સીટ કલ્પેશભાઈ શેલડીયા, જયદીપભાઈ ખુમાણ, વંડા સીટ, ભૌતીક્ભાઈ સુહાગીયા, લીખાળા સીટ શંભુગીરી બાપુ, ની જવાબદારી સોપવામાં આવી હતી અને બુથ કમિટી મજબુત કરવા આહ્વાન કરવામાં આવેલ આમ ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ પ્રભારીઓ અને સહ પ્રભારીઓની નિમણુક આપવામાં આવી.
Recent Comments