ધારાસભ્ય કસવાલાની રજુઆતને મળી ભવ્ય સફળતા, સાવરકુંડલામાં નાવલી પર રીવરફ્રન્ટ કસવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવ્યા બાદ માત્ર સાવરકુંડલા લીલીયા મત ક્ષેત્રમાં વિકાસની નવી કેડી કંડારવાની નેમ સાથે સતત કાર્યશીલ રહીને કામમાં ઓતપ્રોત રહેતા ધારાસભ્ય મહેશ કસવાળાએ સંત શૂરાની ધરા ગણાતી નાવલી નદીમાં નર્મદા મૈયાના નીર આવે તે માટે સરકારશ્રી માંથી 14 કરોડ રૂપિયાની સૈધાંતિક મંજૂરી મેળવીને યશ કલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. સાવરકુંડલા શહેરની મધ્ય માંથી પસાર થતી સૂકી ભઠ્ઠ પડેલી નાવલી નદી કાયમી રીતે વહેતી રહે તેવા ચૂંટણી ટાઇમેં ભાજપના ઉમેદવાર તરીકે આપેલા વચનો વિપક્ષ મજાકમાં ઉડાવીને શેખ ચલ્લીના દિવા સ્વપ્નો બતાવતા હોય ને હથેળીમાં ચાંદ બતાવનારા ભાજપના ઉમેદવાર મહેશ કસવાળા વિરૂદ્ધ અપપ્રચાર કરતા વિપક્ષને લપડાક સમાન નાવલી નદી જેને નવલગંગા તરીકે પણ ઓળખાય છે જે નાવલી નદીનું પાણી હાલ સુકાઈ ગયેલ હોય તે નાવલી નદીમાં માં નર્મદા મૈયાના નીર કાયમી વ્હે તે અંગે રાજ્ય સરકારમાં કરેલી રજૂઆતોને ફળ સ્વરૂપે 14 કરોડના ખર્ચે નાવલી નદી ઉપર આવેલા સુકનેરા અને હાથા ના આંબા ની ખોડીયાર ડેમમાં નર્મદાનું પાણી ઠલવાઈ અને નાવલી નદી 24 કલાક ને 365 દિવસ ખળખળ વહેતી રહે સાથે સાવરકુંડલામાં રીવરફ્રન્ટ ધારાસભ્ય મહેશ કસ વાળાનો ડ્રીમ પ્રોજેક્ટ હોય તે અંગે DTP અને એસ્ટીમેન્ટ માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે જે માટે હાલ સરકારશ્રી ની સૈધાંતિક મંજૂરીઓ મળતા ધારાસભ્ય કસવાળા નામના નહિ પણ કામના કસવાળા મતદાતાઓ કહી રહ્યા છે
Recent Comments