ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર માંડ્યો મોરચો
બરોડા ડેરીનો વિવાદ સતત વધી રહ્યો છે. ધારાસભ્યો અને બરોડા ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ થઈ છે. ડેરીના શાસકો બેઠકમાં આવવા તૈયાર ન થતા બેઠક રદ કરવામાં આવી છે. બેઠક રદ થયા બાદ જિલ્લાના ભાજપના ચાર ધારાસભ્યોએ રણનીતિ બદલી છે. ધારાસભ્યો હવે સર્કિટ હાઉસમાં બેઠક કરવાના છે. જેમાં દૂધ મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓ પણ હાજર રહેશે. જિલ્લા ભાજપના નેતાઓ પણ બેઠકમાં હાજર રહી શકે છે. તો સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રભારી બેઠકમાં હાજર રહી શકે છે. જેને જાેતા હવે ડેરીનું આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા છે. મહત્વનું છે કે, પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા કેતન ઈનામદારે ફરી આંદોલન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેતન ઈનામદારે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા.
જાે કે, બાદમાં તેમનું ડેરીના શાસકો સાથે સમાધાન થયું હતું. પરંતુ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને ભાવફેરની વધુ રકમ ના ચૂકવતાં ધારાસભ્ય રોષે ભરાયાં છે અને તો આ નાણાં નહીં ચૂકવવામાં આવે તો બરોડા ડેરીમાં હલ્લાબોલની ચીમકી આપી છે. કેતન ઈનામદારે દાવો કર્યો છે કે ધારાસભ્ય અક્ષય પટેલ, શૈલેષ મહેતા, મધુ શ્રીવાસ્તવ તેમની સાથે છે.બરોડા ડેરીનો વિવાદ ફરી વકર્યો છે. એકવાર સમાધાન થયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર મોરચો માંડ્યો છે. પશુપાલકોને ભાવફેરની રકમ ન ચૂકવવામાં આવતા કેતન ઈનામદારે ફરી આંદોલન શરૂ કર્યું છે. આજે કેતન ઈનામદાર અને ડેરીના શાસકો વચ્ચેની બેઠક રદ કરવામાં આવી છે. જાે કે, કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક હવે ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં કરવાના છે.
Recent Comments