અમરેલી

ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી,  કુંકાવાવ-વડીયા તાલુકામાં અંદાજિત રૂ. 345  લાખથી વધુના ના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન

અમરેલી જિલ્લામાં વિકાસકાર્યોના અનેકવિધ ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ હસ્તે શનિવારે 328 લાખથી વધુના વિકાસકાર્યોનું ખાતમુઅહૂર્ત સ્થાનિક આગેવાનો ગ્રામજનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

         સવારે અમરેલી તાલુકામાં યોજાયેલા કાર્યક્રમમાં રૂ. 160 લાખના ખર્ચે ગાવડકા-ખીજડીયા નોન પ્લાન રોડ નું ગાવડકા ખાતે ખાતમુહૂર્ત થયું હતું. ત્યારબાદ થોરડી મુકામે બાબાપુર-થોરડી માર્ગના રીસરફેસનું રૂ.75 લાખના ખર્ચે નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત થયું હતું.  જ્યારે માંડવડા ખાતે 33 લાખના ખર્ચે આયુષમાન આરોગ્ય સેન્ટરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. ઢોલરવા ખાતે આશરે રૂ. 17 લાખના ખર્ચે તૈયાર થનાર  પંચાયત ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

         બપોરે બાદ કુંકાવાવ-વડીયા તાલુકામાં બરબાળા બાવળ ગામે  સીસી રોડ અને બ્લોક રોડના અંદાજિત રૂ. 10 લાખથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. જ્યારે મોટા ઉજળા અને  મેઘા પીપળીયા ગામે રૂ. 33 લાખના ખર્ચે તૈયાર થનારા આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આમ છેલ્લા એક સપ્તાહમાં કૌશિકભાઈ વેકરીયાએ અનુક્રમે 2500 લાખ, 1116.28 લાખ અને શનિવારે 345 લાખથી વધુના વિકાસકાર્યો મળીને કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું મતવિસ્તારમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતું.

        આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાનું ગાવડકા, થોરડી, ઢોલરવા, મોટા માંડવડા, મોટા ઉજળા, બરવાળા બાવળ, મેઘા પીપળીયાના ગ્રામજનોએ સ્થાનિક પ્રશ્નોના નિરાકણ બદલ અભિવાદન કર્યુ હતું. અમરેલી જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે ત્યારે આગામી દિવસોમાં પણ જિલ્લામાં તેજગતિથી વિકાસકાર્યો થતા રહેશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડકશ્રીએ વ્યક્ત કર્યો હતો.

       આ કાર્યક્રમોમાં જિલ્લા સાંસદ શ્રી નારણ ભાઈ કાછડિયા,  જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનશ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ ગામના સંરપંચશ્રી, અગ્રણીશ્રી, જલ્પેશભાઈ મોવલિયા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts