ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે અંદાજીત ૮૩ લાખના ખર્ચે વડિયા ખાતે મોંઘીબા કન્યા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત
પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે અમરેલી વિધાનસભા વિસ્તાર ઉત્તમ થી સર્વોત્તમ તરફ ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાના હસ્તે અંદાજીત ૮૩ લાખના ખર્ચે વડિયા ખાતે મોંઘીબા કન્યા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્તકોઈપણ રાષ્ટ્રના પાયાને મજબૂત કરવાનું કામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થાય છે- વેકરિયા
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ જણાવ્યું કે, કોઈપણ રાષ્ટ્રના પાયાને મજબૂત કરવાનું કામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થાય છે. આથીજ શિક્ષણનું મહત્વ સમજીને રાજ્ય સરકારે બજેટમાં મોટો હિસ્સો શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવ્યો છે. આ શબ્દો રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ વડીયા મોંઘીબા કન્યા પ્રાથમિક શાળાના ખાતમુર્હૂત સમયે ઉચ્ચાર્યા હતા.
અમરેલી જિલ્લો પણ શિક્ષા ક્ષેત્રે પાછળ ન રહે તે માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના થકી જ અમરેલી-કુંકાવાવ વિસ્તારમાં રૂ. ૧૨.૫ કરોડથી વધુના ખર્ચે અમરેલી કુકાવાવ તેમજ વડીયા વિસ્તારની પ્રાથમિક શાળાઓના ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. જેના સંદર્ભે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા મોંઘીબા કન્યા પ્રાથમિક શાળા નું જુનું બિલ્ડિંગ પાડી નવું બિલ્ડીંગ બનાવવા અંતર્ગત વડિયા ખાતે અંદાજિત રૂ. ૮૩ લાખના ખર્ચે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાનું ખાતમુહુર્ત કર્યું,જેમાં નવા ૮ કલાસરૂમ, મધ્યાહન ભોજન તેમજ કંપાઉન્ડ વૉલ બનાવવામાં આવશે.શ્રી વેકરિયાએ શાળાઓના ઓરડાંઓનું કામ મજબૂત અને ગુણવત્તાયુક્ત થાય તે જોવા અધિકારીશ્રીઓ અને ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુમ્મર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રતિનિધિ તુષારભાઈ ગણાત્રા તુષારભાઈ વેગડ ચેતનભાઈ દાફડા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments