fbpx
ગુજરાત

ધારાસભ્ય ગેનીબેને કરેલો જનતા રેડનો મામલો ગરમાયો, જનતા રેડ કરવા ગયેલાના ઘરેથી દારૂ ઝડપાયો

જનતા રેડ કરી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિદેશી દારૂ સાથેની બોટલોનો પર્દાફાશ કર્યો હતો. ત્રણ દિવસ પહેલા મોડી રાત્રે યુવાનોને સાથે રાખી બૂટલેગરને ઝડપી પાડયો હતો. વાહન સાથે બુટલેગરને ઝડપી પાડતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂબંધી મામલે ગૃહ વિભાગ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.   ત્યારે હવે જનતા રેડ કરનાર જનતા સામે સવાલો ઊભા થયા. જનતા રેડ કરનાર પ્રધાનજી ઠાકોરના ઘરેથી 13 બોટલ દારૂ ઝડપાયો છે. પોલીસે બે લોકો સામે લુંટ, ધાડ, પ્રોહિબિશન મામલે ફરિયાદ દાખલ કરી છે.   જો કે ગેનીબેને આ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે. મને રાજકીય રીતે બદનામ કરવાનું આ કાવતરું છે. આ બાબતે અમે બદનક્ષીનો દાવો કરવાના છીએ તેવું તેમને જણાવ્યું છે. પણ કહ્યું કે જો નિર્દોષ લોકો સામે પગલા લેવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો કે ગૃહમાં પણ કોંગ્રેસે આ મામલે હોબાળો કર્યો હતો અને ગેની બેનનું સમર્થન કરવામાં આવ્યું હતું ત્યારે આ મામલો દારૂ ઝડપાતા ગરમાતો જઈ રહ્યો છે.

Follow Me:

Related Posts