fbpx
અમરેલી

ધારાસભ્ય ઠુંમરનો કેરલા હાઈકોર્ટના P.I.L ચુકાદા મુદ્દે પત્ર પાઠવી અમલ કરવા રાજ્યના મુખ્ય સચિવ સમક્ષ માંગ કરી

અમરેલી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નો કેરલા હાઈકોર્ટ ના P I L ચુકાદા મુદ્દે મુખ્ય સચિવ ને પત્ર પાઠવી અમલ કરવા માંગ કરી કેરલા રાજયનાં હાઇકોર્ટ જસ્ટીસ રામચંદ્રનની PIL ની સુનાવણી દરમ્યાન રસ્તાઓ પર પડેલા ખાડાઓ સરકારનાં મંત્રાલયની વિશેષ ભૂમિકાની ગુજરાતમાં અમલવારી કરાવા કલેકટરને સુચન થવા માંગ કરીકેરલા હાઇકોર્ટના જસ્ટીસ દેવન રામચંદ્રનને એક PIL ની સુનાવણી દરમ્યાન કરેલી મહત્વની ટીપ્પણીઓ ખાડાઓના પગલે થતા અકસ્માત માટે કલેકટર જવાબદાર ગણવામાં આવશે.

આ બાબત બંધારણીય અત્યાચાર પણ ગણી શકાય તેમ જણાવી હાઇકોર્ટ જસ્ટીસશ્રીએ વધારામાં ટીપ્પણી કરી હતી કે, ખાડાઓનાં કારણે થતા દરેક માર્ગ અકસ્માત માટે જિલ્લા કલેકટર (DM) જવાબદાર રહેશે. કોર્ટ તરફથી આદેશાત્મક હુકમ રોકવા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીનાં અધ્યક્ષ ને દરેક રસ્તાની મુલાકાત લેવાનો નિર્દેશ કરવો જોઇએ તેવી ટીપ્પણી કરી હતી. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતમાં કોઇ ઘાયલ થાય કે મૃત્યુ પામે તો તેને બદલે બંધારણીય અત્યાચાર ગણવો જોઇએ અને આ બાબતમાં સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે તેવા નિર્દેશ આપ્યો છે.

PIL હાલ પેન્ડીંગ છે તેવું મને જાણવા મળેલ છે તેમજ આ બાબતે GS TV Daily hunt તેમજ દિવ્ય ભાસ્કર તરફથી તા.૨૧ ઓગષ્ટ  ૨૦૨૨ ના રોજ જે પ્રેસ પ્રસિધ્ધ થયેલ છે તે આ સાથે સામેલ રાખી મોકલી રહ્યો છું. કોર્ટે તેવું પણ તારણ કાઢયુ છે કે, બંધારણીય ત્રુટિ સિધ્ધાંત લાગુ પડે છે સુપ્રિમ કોર્ટના એડવોકેટશ્રી અશ્વિન દુબે એ પોતાની દલીલ કરતા જણાવ્યું હતુ કે, સરકારી અધિકારીઓની બેદરકારીઓનું પરિણામ જનતા ભોગવે ત્યારે સરકારે બંધારણીય ત્રુટિના સિધ્ધાંત મુજબ અધિકારીને સજા કરવી જોઇએ.

સરકાર વારંવાર રસ્તા નિર્માણની મંજુરી ન આપી શકે પરંતુ ભ્રષ્ટ્રાચાર કોઇ કરે અને જીવ કોઇ ગુમાવે તેવું હવે કોર્ટ થવા નહી દે. આ બાબતે કલેકટરશ્રીને જણાવવું પડશે કે, દુરઘટના બાદ પીડિત કે ઘાયલના પરિવારને શું જવાબ આપીશુ, તેમજ આ મામલે કલેકટરશ્રીને વારંવાર આદેશ નહી કરીએ તેવું કડક વલણ અખત્યાર કરી જસ્ટીસ શ્રી રામચંદ્રનએ સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું.


તા. આ બાબતે ગુજરાત રાજયના એક ચુટાયેલા ધારાસભ્ય તરીકે પ્રેસ મિડીયા મારફત વાંચેલી વિગત પ્રમાણે આ પત્રથી રાજયના મુખ્ય સચિવ તરીકે જિલ્લાના તમામ કલેકટરશ્રીઓ(DM)/જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કેરલા હાઇકોર્ટે કરેલી ટીપ્પણી અંગે આપ પણ સુચન કરશો તેવી પત્રથી રજુઆત સહ વિનંતી કરી રહ્યો છું.તેમજ વધારામાં પત્રથી જણાવી પણ રહ્યો છું કે, શહેરી વિસ્તાર અને રસ્તાઓ પર રખડતા પશુઓના કારણે તેમજ ભુંડ અને કુતરાઓના કારણે અવાર-નવાર અકસ્માત થાય છે.

રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ કરીને અથવા બિનજવાબદાર પુર્વક વાહનો ચલાવીને રસ્તાઓ ઉપર વાહનો રાખી વાતો કરતા લોકોના કારણે પણ અકસ્માત થાય છે તેનાં પણ સ્પષ્ટ કાયદાઓની અમલવારી થતી નથી અને માનવ જાન ગુમાવવો પડે છે તે બાબતે પણ કડક વલણ અખત્યાર કરવું જરૂરી લાગે છે તેવું એક ચુટાયેલા પ્રતિનિધિ તરીકે મારૂં માનવું છે. આ બાબતે આપના લેવલેથી કડક સુચનાઓ આપી અને કયાં પ્રકારની સુચનાઓ આપી છે તે અંગે પણ મને જાણ કરવામાં આવે તેવી પત્રથી રજુઆત સહ વિનંતી કરી રહ્યો છું.

સાથો-સાથ વડોદરા મુકામે એક વ્યક્તિનું મરણ થાય, જુનાગઢ અને જેતપુરમાં મેળામાં આખલાઓ ઘરી જાય અને એક વ્યક્તિ મોતને ઘાટ ઉતરે, રાજયનાં પુર્વ નાયબ મુખ્યમંત્રી તિરંગો લઈને જતા હોય એમની સાથે અકસ્માત કરી, રાજયનાં મુખ્યમંત્રી મુલાકાત દરમ્યાન તેમની ઉપર રખડતા ઢોર આડા પડે, આવી તો અનેક બાબતો બની છે તે તમામ બાબતોને ધ્યાને લેવામાં આવે તેવી પણ મારી રજુઆત છે.

અંતમાં દિન-૧૦ માં આપના તરફ કોઇ વ્યાજબી પ્રત્યુત્તર આપવામાં નહીં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં મારે પણ PIL દાખલ કરી સરકારનો જવાબ માંગવો પડશે અને તે અંગે જે કોઇ મુશ્કેલી ઉભી થશે તેની તમામ જવાબદારી રાજયનાં વહીવટી મુખ્ય અધિકારી તરીકે તંત્રની રહેશે તેમ આ પત્રથી વિનંતી કરૂં છું અને આ પત્ર મારી નોટીસ ગણીને તે પ્રકારે અમલવારી કરવા આપને વિનંતી છે.

Follow Me:

Related Posts