fbpx
અમરેલી

ધારાસભ્ય ઠુંમરે સ્થાનિક સરપંચ અનસૂયાબેન ના વરદહસ્તે એક કરોડ બાણુ લાખના ખર્ચે થનાર માર્ગ નો પ્રારંભ કરાવ્યો

લાઠી તાલુકા ના શેખપીપરીયા થી હરસુરપુર દેવળીયા ચાર કિલોમીટર લંબાઇ 3.75 મી પહોળાઇ એક કરોડ બાણું લાખ ખર્ચે તૈયાર થનાર માર્ગ નું ધારાસભ્ય ઠુંમરે સ્થાનિક સરપંચ અનસૂયાબેન ના વરદહસ્તે પ્રારંભ કરાવ્યો લાઠી ના હરસુરપુર દેવળીયા થી વાડળીયા પાંચ કિલોમીટર લંબાઇ 3.75 મી પહોળાઇ રસ્તાનો 1 કરોડ 92લાખ ના ખર્ચે આજે ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર ની હાજરીમાં મહિલા ગામ ના સરપંચ અનસુયાબેન હસ્તે શુભારંભ કરવામાં આવ્યો દેવળીયા થી વાંડળીયા સુધીમાં ત્રણ નાના પુલીયા પણ કામ કરવામાં આવશે હરસુરપુર દેવળીયા થી વાંડળીયા તરફ જતાં ગામના બાજુમાં જે નદી છે તે મોટો બ્રિજ પણ બનાવવા માટે મંજૂરી અર્થે ગયેલ છે એ મંજુર થશે તો આ વિસ્તારને કાયમી લાભ થવાનો જ શેખ પીપરીયા ગામ ને ઉપરથી લાઠી ચાવંડ શેખપીપરીયા ગળકોટડી અને ગળકોટડી જતા બે રસ્તા પૈકી બાકી રહેતો ત્રણ કિલોમીટર નો રસ્તો શેખપીપરીયા  થી ખીજડીયા જંકશન અમરેલી શેખપીપરીયા થી અડતાળા ટોડા બધી જ બાજુ રસ્તા આપી કરોડો રૂપિયાના રસ્તા નો લાભ આ ગામને મળ્યો ઘણું મુશ્કેલ હોવા છતાં ગામ લોકોની લાગણીને માન આપી આવા રસ્તાઓ થઈ ગયા છે ધારાસભ્યની સક્રિયતાના કારણે લોકોએ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી ધારાસભ્યશ્રી બિરદાવ્યા હતા શુભારંભ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જીતુભાઈ વાળા અશોકભાઈ ભાદાણી નવા ચૂંટાયેલા સરપંચ બાબુલાલ ધાધલ મનસુખભાઈ ભાદાણી સહકારી આગેવાન મગનભાઈ ભાદાણી સંજય ચોથાણી હરસુરપુર દેવળીયા સરપંચ મહેન્દ્રભાઈ વાળા તેમજ તાલુકા પંચાયત સભ્ય રાજેશ દેવાણી અને ગામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યની કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો

Follow Me:

Related Posts