ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ રૂ.૭.૩૩ કરોડનો રોડ ૬ મહિનામાં તૂટી ગયો
ભરૂચના આમોદમાં રૂપિયા ૭.૩૩ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ માર્ગ ૬ જ મહિનામાં ખખડધજ થતા માર્ગની કામગીરીમાં ભ્રસ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભરૂચના આમોદના બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું રૂ.૭.૩૩ કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ ૬ મહિના પહેલાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. જે રસ્તાની મજબૂતી અને ગુણવત્તાની ૬ મહિનામાં જ પોલ ખુલ્લી પડી ગઈ છે.
વરસાદના કારણે રસ્તામાં ઠેર ઠેર ગાબડા પડતા લોકોને ફરી જૂના રસ્તાની યાદ આવી ગઈ છે. છ મહિના પહેલાં જ્યારે ૭.૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિમિર્ત રોડનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ડી.કે.સ્વામીએ કહ્યું હતું કે, આ રસ્તાની મજબૂતી એવી બની છે કે, આવનારાં ૨૫ વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય. જંબુસરના ધારાસભ્યે આ માર્ગને ૨૫ વર્ષ સુધી કઈ નહિ થાય તેવી ગેરંટી આપી હતી. જોકે પેહલા જ વરસાદે માર્ગ પર ઠેર ઠેર ગાબડા અને ધોવાણ થતા વિપક્ષના આક્ષેપો વચ્ચે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
Recent Comments