fbpx
અમરેલી

ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોતાની ગ્રાન્ટમાંથી સામુહિક આરોગ્ય કેન્દ્ર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ૧૫૦ લાખ ફાળવવા જિલ્લા આયોજન અધીકારીને ભલામણ કરી.

કોરોના મહામારીને પહોચી વળવા અને અમરેલી જિલ્લાના પ્રજાજનોને ઉત્તમ આરોગ્યવિષયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એમ્બ્યુલન્સ, વેન્ટીલેટર, ઓક્સીઝ્ન ડ્યુરો ટેંક ( ૫૦૦ લીટર ), બાયપેપ મશીન, ઓક્સીઝ્ન સીલીન્ડર, ઓક્સીઝ્ન કોન્સન્ટ્રેટર

( ૧૦ લીટરની ક્ષમતા વાળા ), દર્દીઓ માટે બેડ, ઓક્સી ફલો મીટર, હ્યુંમીડીફાયર, ઓક્સીઝ્ન રેગ્યુલેટર, ઓક્સીઝ્ન પ્લાન્ટ, હાઈ ફલો ઓક્સીઝ્ન થેરાપી ડીવાઈસ, મલ્ટીપેરા મોનીટર, લીક્વીડ ઓક્સીઝ્ન સ્ટોરેજ ટેંક ( ૬૦૦૦ લીટર ), PSA ઓક્સીઝ્ન સ્ટોરેજ ટેંક ( ૫૦૦, ૨૫૦ લીટર ), સહીત અન્ય સ્થાનિક જરૂરીયાત મુજબની આરોગ્યવિષયક અદ્યતન સાધનો/મશીનો ઉપલબ્ધ કરાવવાનાં કામે મારી ધારાસભ્ય ગ્રાન્ટ વર્ષ ૨૦૨૧-૨૨માંથી નીચે મુજબનાં સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ગ્રાન્ટ ફાળવવા ભલામણ કરું છું. આ અંગે આગળની જરૂરી કાર્યવાહી તાત્કાલિક કરાવવા વિનતી છે.

સામુહિક આરોગ્ય કેન્દ્ર વડીયા ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૨૫ લાખ, સામુહિક આરોગ્ય કેન્દ્ર કુંકાવાવ ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૨૫ લાખ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ચિતલ ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૨૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લુણીધાર ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૧૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અનીડા ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૧૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરી ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૧૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામ ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૧૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાળીયા ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૧૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેડુંભાર ખાતે મેડીકલ સાધનોની

ખરીદી માટે ૧૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકિયા ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૧૦ લાખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા આંકડિયા ખાતે મેડીકલ સાધનોની ખરીદી માટે ૧૦ લાખ, આમ કુલ ૧૫૦ લાખ ફાળવવા ભલામણ કરી છે.

Follow Me:

Related Posts