fbpx
અમરેલી

ધારાસભ્ય પ્રતાપ દુધાતના સુપુત્રના જન્મદિવસની પ્રતાપભાઈએ કરી અનોખી ઉજવણી

સાવરકુંડલા લીલીયા વિધાનસભા નાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતના સુપુત્રના જન્મદિવસની પ્રતાપભાઈએ કરી અનોખી ઉજવણી.દર્દીનારાયણના ઈલાજ માટે નિશુલ્ક તબીબી સેવા કરતાં શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે જઈને રૂપિયા એક લાખનો ચેક સંસ્થાને અર્પણ કર્યો. આજે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતના સુપુત્ર શ્રી યુવરાજના જન્મદિવસ ઉજવણી નિમિત્તે પાર્ટી કરવાના બદલે ગરીબ માણસો ને સારવાર મળે તેવી ભાવના થી દરવર્ષની જેમ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો.

Follow Me:

Related Posts