ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોતાના વિસ્તારના કાચા ગાડા માર્ગને પાક ડામર રોડ અને ૭ વર્ષ જુના રોડ ને ડામર રોડ બનાવવવા માટે માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી
ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા લીલીયા અને જેસર તાલુકાના પંચાયત હસ્તક ના નોન પ્લાન (કાચા ગાડા માર્ગ ) ને પાકા માર્ગ કરવા અને ૭ વર્ષ થી જે જુના રોડ રસ્તા હતા તે રોડ ને રીકાર્પેટ કરવા માટે ધારાસભ્ય ને દર વર્ષે મળતી ગ્રાન્ટ માંથી રોડ મંજુર કરાવવા માટૅ રજુઆત કરી અને દરેક ધારાસભ્ય શ્રીને દર વર્ષે 12 કરોડ નોન પ્લાન અને 20 કરોડ ના રિકાર્પેટ ના કામ ની મંજૂરી મળે છે તેમાંથી ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા માન. પુર્ણેશભાઈ મોદી મંત્રી માર્ગ અને મકાન વિભાગ ને પત્ર પાઠવીને રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના કાચા ગાડા માર્ગને પાકા ડામર રોડ બનાવવા માટે આ પ્રમાણે કામો સૂચવેલ છે જેમાં (૧) ખારાથી કલ્યાણપર (૨) વંડા થી ગોપાલપરા એપ્રોચ રોડ, (૩) સનાળિયા થી ટીંબડી (૪) ધજ્ડી થી આંબરડી (૫) રામગઢ થી જાબાળ (૬) સાકારપરા થી અભરામપરા (૭) મોલડી થી સાવરકુંડલા (૮) દાધિયા થી વીજપડી (૯) સલડી થી આંબા (૧૦) કુતાણા થી ચારોડીયા (૧૧) વંડા થી ફાચરીયા, આકોલડા જે રોડ રસ્તા કાચા ગાડા માર્ગ હતા તેમને પાકા (નોન પ્લાન) રોડ કરવા તેમજ સાવરકુંડલા લીલીયા અને જેસર તાલુકાના જે રોડ રસ્તા ૭ વર્ષથી જુના થયેલ છે અને તે બિસ્માર હાલતમાં છે તેવા રોડ રસ્તાઓ જેમાં સાવરકુંડલા તાલુકાના (૧) આદસંગ થી ઘનશ્યામનગર રોડ (૨) ધાર થી પીયાવા રોડ (૩) ભેકરા થી નાની વડાલ –ભોકરવારોડ (૪) સાવરકુંડલા થી નાના ભમોદરા રોડ, (૫) વીરડી એપ્રોચ (નેમીનાથ) રોડ (૬) ગોરડકા થી મેરીયાણા રોડ (૭) ચીખલી થીં વણોટ રોડ (૮) સાવરકુંડલા-બોઘરીયાણી ખોડીયાર પરા રોડ,(૯) ઘાણલા થી વણોટ રોડ (૧૦) દાધીયા થી વણોટ રોડ (૧૧) વિજયા નગર થી ગાધકડા રોડ (૧૨) મેવાસા થી નાની વડાળ રોડ તથા લીલીયા તાલુકાના (૧) હાથીગઢ થી ખારા રોડ (૨) ઢાંગલા થી એપ્રોચ રોડ તેમજ જેસર તાલુકાના (૧) પીપરડી થી હિપાવડલી રોડ (૨) કાત્રોડી એપ્રોચ રોડ (૩) હિપાવડલી એપ્રોચ રોડ આમ આરોડ ૭ વર્ષ થી જુના હોઈ અને તે બિસ્માર હોઅવાથી આ રોડ રસ્તા ને રીકાર્પેટ કરવા પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવેલ છે અને પૂર્ણશભાઈ મોદીએ આ તમામ રોડ ટુક સમયમાં મંજૂરી આપી કામ ચાલુ કરવાની ખાત્રી આપી
Recent Comments