અમરેલી

ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા કુદરતી આફતોના સમયે તેમજ અનાવૃષ્ટિ બાબતે પોતાના મતવિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવવામાં આવેલ

હાલ ગુજરાત માં ચોમાસાની અડધી સીઝન વીતી ગઈ હોવા ચાહતા રાજ્યમાં ખુબજ અપૂરતો વરસાદ થયેલ છે સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજ્યમાં વરસાદ અપૂરતા પ્રમાણ માં થયેલ છે ત્યારે સૌરાષ્ટ્ર ના જિલ્લાઓમાં કોરોના મહામારી ના માર માંથી બહાર આવેલ બાદ “તૌક્તે” વાવાઝોડાએ ખેડૂતોને પારાવાર નુકશાન પહોચેલ છે. જેનાથી આપશ્રી વાકેફ છો, અમરેલી જીલ્લા માં “તૌક્તે” વાવાઝોડા કારણે ખેડૂતોના ઉભા પાકો બાગાયતી પાકો, સંપુર્ણપણે નાશ પામેલ જેના કારણે વીજ ક્ષેત્રે પણ ઘણી તારાજીના બાદ પણ ખેતીવાડી વીજ પુરવઠો પુનઃ સ્થાપન થઈ શકેલ નથી, ત્યારે ચોમાસાની અડધી સીઝન બાદ પણ અપૂરતા વરસાદના કારણે ખેડૂતોના કુવાઓમાં તળમાં પાણી હોવા છતાં વીજળી ના અભાવે આ ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી અને તેને કારણે પાકો બચાવી શકયા નથી. કુદરતી એક પછી એક આફતો માંથી ખેડૂતો માંડ બેઠો થયો ત્યાં કુદરત ના કરિશ્મા સમાન પ્રથમ વરસાદ સારો થતા ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો ખાતર, દવાઓ ખરીદીને વાવેતર કરેલ પરંતુ ત્યાર બાદ વરસાદ ખેચાતા ખેડૂતોના પાકો મુરજાઇ રહ્યો છે જેના કારણે  ખેડૂતોએ મોંઘાભાવ ના બિયારણો નિષ્ફળ ગયા અને  આ તમામ ખર્ચ માથે પડ્યો છે                        

આ પરિસ્થિતિ હાલ ખેડૂતોની થઇ રહી છે, ત્યારે કુદરતી આપતિ થી ખરીફ ઋતુમાં ખેડૂતોના  થતા પાક નુકશાન માટે રાહ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ તા ૧૦/૦૮/૨૦૨૦ થી મુખ્યમંત્રી કિશન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. તે સદર યોજનામાં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે જે તાલુકામાં ચાલુ સીઝનનો ૧૦ ઇંચ થી ઓછો વરસાદ પડેલ હોય અથવા ૩૧/૦૮ સુધીના સમયગાળા માં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા માં વરસાદ પડેલ ના હોય એટલે શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ( દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે. ત્યારે હાલ ગુજરાત રાજમાં અનાવૃષ્ટિનું જોખમ ઉભું થવા પામેલ છે. તેવા સંજોગોમાં રાજ્ય સરકાર તરફથી આ મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોની વહારે સત્વરે આવવું તે તેમની ફરજ બની રહે છે. 

 અનાવૃષ્ટિની કુદરતી આપતિ થી બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિત ને ધ્યાને લઈ (૧)   રાજ્યમાં જે ખેડૂતો ના કુવામાં પાણીના તળ ઊંડા છે તેવા ખેડૂતોને સતત ૧૪ કલાક ખેતીવાડી   વીજળી પૂરી પડવી ,(૨)   જે ખેડૂતોનો ઉભા પાક પાણી ના અભાવે મુરજાઇ રહ્યો છે તેનો સર્વે કરી ખેડૂતોને નુકશાની નું ૧૦૦%   વળતર ચૂકવું (૩)   તૌક્તે વાવાઝોડા થી અસરગ્રસ્ત જિલ્લાઓમાં અને તાલુકાઓમાં ખેતીવાડી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવો (૪)  પશુઓ માટે પુરતા પ્રમાણ માં ઘાસચારા ની વ્યવસ્થા કરવી (૫)  રાજ્યના જે વિસ્તાર માં પીવાના પાણીની મુશ્કેલીઓ હોય ત્યાં નાગરીકો અને પશુઓ માટેના પીવાના   પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી આમ પોતાના મતવિસ્તાર ના ખેડૂતો અને આમ જનતા ને મુશ્કેલીઓ સામે યોગ્ય ન્યાય મળી રહે તેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવી ને રજૂઆત ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવેલ છે

ReplyReply allForward

Related Posts