fbpx
અમરેલી

ધારાસભ્ય પ્રતાપ દુધાત ની આગેવાની હેઠળ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ માં માલધારી સેલ ના પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે નિમણુક આપવામાં આવી

  આજરોજ સાવરકુંડલા તાલુકાના કોંગ્રેસ સમિતિ હેઠળ માલધારી સેલ ના પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ નાથાભાઈ જોગરાણા રહે, ભેકરા, તથા ઉપ પ્રમુખ તરીકે શ્રી રાજુભાઈ બાલાભાઈ કાનમીયા રહે. પીયાવા ની ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના હસ્તે નિમણુક પત્રો આપવામાં આવ્યા અને બંને માલધારી સમાજ ના પ્રમુખ અને ઉપ- પ્રમુખ ને હાર તોરા કરી મો મીર્ઠું કરાવ્યું હતું, જેમાં ભેકરા ગામના આગેવાનો તેમજ પીયાવા ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ખાસ ધારાસભ્ય શ્રી દ્વારા બંને નવ યુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખ ને કોંગ્રેસ પક્ષ ની વિચારધારા ને લઈંને ખંભે ખંભા મિલાવીને કામ કારવા હાકલ કરી અને આ ક્ષણે અભિનદન પાઠવ્યા હતા, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, જીલ્લા કોંગ્રેસ અમરેલી મંત્રી શ્રી, હાર્દિકભાઈ કાનાણી, તેમજ જીલ્લા કોંગ્રેસ અમરેલી મંત્રી શ્રી ભરતભાઈ ગીડા, તાલુકા કોંગ્રેસ મંત્રી શ્રી નરેશભાઈ દેવાણી, તાલુકા કોંગ્રેસ મંત્રી શ્રી અશ્વિનભાઈ ધામેલીયા, જીલ્લા યુથ ઉપ પ્રમુખ શ્રી ભૌતીક્ભાઈ સુહાગીયા, કોંગ્રેસ તાલુકા યુથ પમુખ શ્રી કુમનભાઈ રૈયાણી, તેમજ ભેકાર અને પીયાવા ગામના આગેવનો શ્રી નાથાભાઈ જોગરાણા, કાનાભાઈ જોગરાણા, નીલેશભાઈ કાનમીયા,  ભરતભાઈ કાનમીયા, અરવિંદભાઈ દેસાઈ, અજીતભાઈ બોરીચા, ધીરુભાઈ નાકરાણી, ખીમજીભાઈ સાટીયા, મુકેશભાઈ શ્યોરા, રમેશભાઈ શ્યોરા, કનુભાઈ સોગળ, મંગાભાઈ ડાંગર વગરે હાજર રહ્યા હતા.      અંત માં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા બન્ને નવ યુક્ત માલધારી સેલ ના પ્રમુખ અને ઉપ પ્રમુખ ને અભિનદન પાઠવી ને કોંગ્રેસ પાર્ટી ને મજબુત કરી અને તેમની વિચારધારા મુજબ કામ કરવા હાકલ કરી હતી.

Follow Me:

Related Posts