અમરેલી

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના  માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા ખાતે ટાઉન પ્લાનિંગ ની બેઠક મળી

સાવરકુંડલા ના ભવિષ્યના વિકાસ માટે  સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ ટાઉન પ્લાનિંગ ચેરમેન કિશોરભાઈ બુહા દ્વારા સાવરકુંડલા ના પુનરાવર્તિત વિકાસ યોજના સરકારમાં સાદર કરવા માટે સર્વાનુમતે કરવામાં આવેલ અને સાવરકુંડલા નગરપાલિકા આગામી સમયમાં આયોજન દ્રષ્ટિએ સુવિકસિત વિકાસ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે નિર્ણય આ બેઠકમાં થયેલ હતો.

 જેમાં નગર પાલીકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ટાઉન પ્લાનિંગ ચેરમેન કિશોરભાઈ બુહા, નગર નિયોજક  અમરેલી તથા પ્રાંત અધિકારી સાવરકુંડલા તથા  તેમજ પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી, કમિટી સદસ્યો, સાવરકુંડલા નગરપાલિકા કર્મચારીઓ બેઠકમાં હાજર રહ્યા…

Follow Me:

Related Posts