ધારાસભ્ય મહેશ કસવાલાની પહેલના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે વિધાનસભા ગૃહની જીવંત કાર્યવાહી જોવાનો

વિધાનસભાની કાર્યવાહી અને સરકાર દ્વારા થતી રાજ્ય લેવલની ગતિવિધિઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જાણતા હોય છે જ્યારે લોકતંત્રમાં દરેક બાબતોથી આજની પેઢી ગણાતા વિધાર્થીઓ રાજકીય થતી ગતિવિધિઓ અંગે માહિતગાર રહે અને લોકતંત્રમાં થતા કાર્યો અંગેની સમજણ મળી રહે તે માટે સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઇ કસવાળા દ્વારા નવી પેઢીના ભારતના ભવિષ્ય સમાનના વિદ્યાર્થીઓને ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની થતી કાર્યવાહી અંગેની તાદ્રશ્ય થતી કાર્યવાહી અને ગતિવિધિ અંગે સંપૂર્ણ જાણકારી અને માર્ગદર્શન મળી રહેવાના આશય સાથે સાવરકુંડલાની એમ.એલ.શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને સ્વામી નારાયણ ગુરુકુળના 304 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ સાથે ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની મુલાકાત કરી હતી
ને સાવરકુંડલાના ઇતિહાસમાં પ્રથમવાર આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિધાનસભા ગૃહની કામગીરીઓ નિહાળી તો ખરી પણ સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા ગૃહના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાથે સીધો જ સંવાદ કરવાનો સોનેરી અવસર પણ ધારાસભ્ય કસવાળાની પહેલને કારણે શક્ય બનવાનો આનંદ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો ને વિદ્યાર્થીઓએ પણ સીધી જ મુખ્યમંત્રીશ્રી અને અધ્યક્ષશ્રી સાથે મુક્ત મને ચર્ચાઓ કરી હતી જ્યારે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા પણ સાવરકુંડલાના વિદ્યાર્થીઓ સંગાથે રહ્યા હતા જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ અને સંચાલકો, શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની કામગીરીઓ નિહાળવાનો આ પ્રથમ અવસર હતો કે જે ધારાસભ્ય મહેશ કસવાળાની વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણીઓ અને સાચી સમજણ સાથેના જ્ઞાન મળે તેવા અભિગમને કારણે સાર્થક સાબિત થયેલો હતો તેવું એમ. એલ.શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને સ્વામી નારાયણ ગુરુકુળ વતી અનિરુદ્ધસિંહ રાઠોડ, સતીશ પાંડે, અમિત મેવાડા, નિખીલ ઘેલાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Recent Comments