અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાલા સાવરકુંડલાની કાયા કલ્પ માટે કટીબઘ્ધ કુંડલાની નાવલીમાં ૨૫ કરોડના રિવરફ્રન્ટ માટે ટેન્ડરની પ્રક્રીયાની મંજુરી મળી

સાવરકુંડલા ની જનતા જેની રાહ જોઈ રહ્યા હતા તે નાવલી રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ના કામ માટે રાજ્ય સરકાર 25 કરોડના ખર્ચે 24 મહિનાના સમયમાં રીવર ફ્રન્ટ બનાવવાની સરકારે મંજૂરી આપેલ આ રિવરફ્રન્ટ માટે લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત અને જોઈશું અને વિચારીશું જેવા શબ્દો જેની ડીક્ષનરીમાં નથી તેવા સાવરકુંડલાની સતત  ચિંતા કરી રહેલા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની મહેનત આખરે રંગ લાવી, આ પ્રોજેક્ટ રિવરફ્રન્ટની ટેન્ડરીંગ પ્રક્રિયાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અપાતા સાવરકુંડલા હર્ષની લાગણી અનુભવે છે તેમજ સાવરકુંડલા નગરપાલીકા પ્રમુખશ્રી મેહુલભાઈ, ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી, કા.ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, શહેર ભાજપ ટીમ, તાલુકા ભાજપ ટીમ તેમજ સાવરકુંડલા શહેરીજનો ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાને  અભિનંદન પાઠવી રહયા છે

Follow Me:

Related Posts