fbpx
અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાળાએ ગ્રામીણ ગામડાઓના વિકાસ માટે ખાત મુહર્ત અને ભૂમિપૂજન કર્યા

            ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલિયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાળાએ રોડ રસ્તાઓ હોય કે ચેકડેમો હોય કે પછી નદીઓ પરના બ્રિજ નવા બનાવવાના હોય કે પછી રીપેરીંગ કરવાના હોય તેમાં ગુણવતા યુક્ત અને કવોલીટીના કામો થવાના ધ્યેય સાથે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ભૂમિપૂજન, લોકાર્પણ સાથે ઉદ્ઘાટન કરતા કસવાળાએ જીંજુડા રોડ ખાતે નવો આરંભ થયેલ સત્વ પેટ્રોલિયમનું શુભ ઉદ્ઘાટન પરમ પૂજા ભક્તિ બાપુના વરદહસ્તે કરવામાં આવ્યું તેમાં ધારાસભ્ય કસવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાદ ધારાસભ્ય દ્વારા બાઢડા ખાતે 25 લાખના ખર્ચે કોઝવે બ્રિજ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જાબાળ ખાતે નવા બનેલા ગ્રામ પંચાયતના બિલ્ડિંગનું ઉદ્ઘાટન સાથે 37 લાખના ખર્ચે બ્લોક રોડ, સીસી રોડ અને ગટર વ્યવસ્થાના વિકાસ કાર્યોનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.

અભરામપરાના ચોત્રા હનુમાન ખાતે સ્નેહ સત્કાર કાર્યક્ર્મ યોજીને ધારાસભ્ય કસવાળાને કામોની વણઝાર લાવનારા લડવૈયા નેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આદસંગ, ગીણીયા, બગોયા અને કૃષ્ણગઢ ગામો માંથી નીકળતી ધાતરવડી નદી ના ચેકડેમોને રીપેરીંગ કરીને ચોમાસામાં ખેડૂતોને ફાયદો થવાના અભિગમ લઈને અઘિકારીઓ સાથે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો વણોટ ગામે 10 લાખના ખર્ચે નવો નિર્માણધિન ચેકડેમનું લોકાર્પણ કરાયું તો સાવરકુંડલાના ઠવી ગામે 10 લાખના ખર્ચે નવા ચેકડેમનું ખાત મુહર્ત ધારાસભ્ય મહેશ કસ વાળાએ કર્યું હતું ત્યારે સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દીપક માલાણી, જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના ચેરમેન લાલભાઈ મોર, જિલ્લા પંચાયતના સદસ્ય શરદભાઈ ગોદાણી, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઈ વેકરીયા, મહામંત્રી ચેતનભાઈ માલાણી, મેરીયાણા સરપંચ હિતેશભાઈ ખાત્રાણી સહિત તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા ને ખેડૂતો અને ગામડાઓના વિકાસમાં સતત માર્ગદર્શન સાથે કામોની વણઝાર લઈને આવેલા ધારાસભ્ય મહેશ કસવાળાને બિરદાવ્યા હતા તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts