અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાળાએ નારી શક્તિઓને કરી સલામ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતી વચ્ચે યોજાયો કાર્યક્ર્મ

નારી તું નારાયણી એમ નથી કહેવાયું જે નારી શક્તિઓ થકી દેશ નવી આકંશાઓની ઉડાન ભરી રહ્યું છે તે નારી શક્તિઓ જે કાર્યો સાર્થક કરી બતાવે છે તેવા ઉજાગર થયેલા કાર્યો ને વંદન કરવા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નારી શક્તિ વંદનાનો વર્ચ્યુઅલ કાર્યક્ર્મમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતી વચ્ચે અલગ અલગ વ્યવસાય અને અલગ ક્ષેત્રમાં સિદ્ધિઓ સર કરી ચૂકેલી માતાઓ અને બહેનો માટે નારી શક્તિ વંદના કાર્યક્ર્મ સાવરકુંડલા એપીએમસી ખાતે ધારાસભ્ય મહેશ કસવાળાની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે યોજવામાં આવેલ હતો જેમાં વિકસિત ભારત – વિકસિત ગુજરાત “નારી શક્તિ વંદના“ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથના મહિલા કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે દેશના સ્વાભિમાન માટે ગર્વભેર ભારતીયોનું મસ્તક ઊંચું કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નારી શક્તિ વંદના કરવામાં આવી હતી ને આવી નારી શક્તિઓને સહાય અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સાવરકુંડલાના પ્રાંત કલેકટર, મામલતદાર, ટી.ડી.ઓ., ચીફ ઓફિસર સહિત ભાજપના પદાધિકારીઓ અને ભાજપ સંગઠન હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts