અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાળાએ રોડ રસ્તા અને આરોગ્ય માટે સરકાર માંથી લાવ્યા સૈધાંતિક મંજૂરી…

            સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં ચૂંટાઈને ધારાસભ્ય બનેલા મહેશભાઈ કસવાળા એક દિવસ પણ બન્ને તાલુકાના વિકાસ અને રાજ્યમાં સૌથી વિકાસ શીલ વિધાનસભાની બેઠક બને તે માટે સતત જાગૃત થયા તેના ફળ સ્વરૂપે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ગામડાઓમાં વિકાસની હરણફાળ જોવા મળી રહી છે સાવરકુંડલાના સૌથી મોટા ગામ વીજપડીને પી.એચ.સી. સેન્ટર માંથી સી.એચ.સી.સેન્ટરમાં કાર્યરત કરવા કરોડોના ખર્ચે આધુનિક CHC બની રહે તે માટે સરકારશ્રી માંથી સૈધાંતિક મંજૂરી મળી ગઈ છે જ્યારે ગાધકડા ગામને PHC સેન્ટર બને તે અંગેની પણ સૈધાંતિક મંજૂરી પર રાજ્ય સરકારે મહોર મારી દીધી છે જ્યારે શેલણા, ઠવી, ભોંકરવા, જવાના 10 કિલોમીટર ના માર્ગને રીકાર્પેટ કરવા 4 કરોડ 15 લાખ મંજૂર કરાવ્યા તો લીલીયા તાલુકાના છેક લાલાવદર થી ક્રાંકચ સુધીના માર્ગને 15 કરોડ 37 લાખના ખર્ચે મંજૂર કરાવવાનો લક્ષ સાથેનો શ્રેય ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના શીરે જાય છે

જ્યારે સાવરકુંડલાથી જેસર સુધીના માર્ગને રીકાર્પેટ કરવા 22 કરોડ જેવી માતબર રકમ સરકાર દ્વારા મંજૂર થયેલ હોય જેથી સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ વ્યક્ત કર્યો છે જ્યારે બાયપાસ રોડથી લઈને સ્પોર્ટ્સ સંકુલ, રીવરફ્રન્ટ, પાણી પુરવઠા યોજના, સૌની યોજનાથી ડેમો ભરવા સુધીની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાવરકુંડલા લીલીયા વિસ્તાર માટે લાવનારા ધારાસભ્યની કામગીરીમાં વધુ એક સિદ્ધિ સમાન નવા રોડ રસ્તા અને આરોગ્યની સુખાકારી માટેના PHC અને CHC સેન્ટરો માટે સૈધાંતિક મંજૂરીઓ સરકારશ્રી માંથી લાવીને નામના ધારાસભ્ય નહિ પણ કામના ધારાસભ્ય કસવાળા સાવરકુંડલા લીલીયા પંથકમાં લોકો પ્રતીતિ કરી રહ્યા છે તેમ સત્વ અટલધારા કાર્યાલય ના જે.પી.હીરપરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે

Related Posts