fbpx
અમરેલી

ધારાસભ્ય મહેશ કસવાળાએ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી બતાવ્યું

શહેર નવીકરણ અને આધુનિકતા તરફ આગળ જવાના ધ્યેય સાથે સાવરકુંડલા પાલિકાના આઉટડોર વિસ્તારોના 65 થી 70 જેટલા માર્ગો 7 કરોડ 50 લાખના ખર્ચે સી.સી. અને પેવિંગ બ્લોક રોગથી મઢાઇ જવાના લક્ષ સાથે ધારાસભ્ય મહેશ કસવાળા ના વરદહસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું પાલિકાના દરેક વોર્ડમાં રોડ રસ્તાઓની સમસ્યા સામે હંમેશા પાલિકા સતાધીશો દ્વારા ખાસ ફિલ્ડવર્ક કરીને એકપણ માર્ગ રહી ના જાય અને સાવરકુંડલા શહેર સુંદર અને રળિયામણું બનાવવા માટે પાલિકા સતાધીશો સક્રિય કામગીરીઓ કરી રહ્યા છે

જ્યારે પાલિકાની થતી દરેક કામગીરીઓ પર સતત ધ્યાન કેન્દ્રિત રાખતા ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા સાવરકુંડલા શહેરના આઉટડોર વિસ્તારોને ખાસ લક્ષમાં રાખીને આવા માર્ગો પણ નવીનીકરણ થાય ને શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા અભિગમ સાથે ધારાસભ્ય કસવાળાએ  હાથસણી રોડ, જેસરરોડ, ભુવારોડ અને મહુવા રોડ જેવા વિસ્તારો પર પાલિકા દ્વારા ધારાસભ્ય મહેશ કસવાળા ના વરદહસ્તે ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું સંગાથે મહુવા રોડના નિર્દોષાનંદ વાટિકા ખાતે 80-20 ની યોજનાના 45 લાખના સીસીરોડ નું પણ ધારાસભ્ય કસવાળાએ ખાત મુહર્ત કર્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, અનીરુઘ્ધસિંહ રાઠોડ સહિતના તમામ પાલિકાના સદ્સ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરા એ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts