ગુજરાત

ધારાસભ્ય મહેશ વસાવાનું નિવેદન : ૨૦૨૨ની ચૂંટણીમાં બીટીપી ૧૨૨થી વધુ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.

ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને લઈને અત્યારથી રાજકીય પક્ષો કામે લાગી ગયા છે. ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો વોટબેંક ખેંચવા માટે અવનવા દાવપેંચ રમતા હોય છે. વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ડિસેમ્બરમાં યોજાશે. જેની તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે જાેરશોરથી પ્રચારો શરૂ કરી દીધા છે ત્યારે ભાજપ સરકારી હોય કે પક્ષના કાર્યક્રમોમાં પ્રચાર કરે છે.

ગુજરાતમાં ૨૦૨૨માં કોંગ્રેસ પણ હાલ જાગી છે અને આપે તો રાજ્યભરમાં યાત્રા કાઢી છે ત્યારે હંમેશા આદિવાસીઓના હક્કો બંધારણીય હક્કો માટે લડતા અને આદિવાસી નેતા ગણાતા છોટુભાઈ વસાવાના નેતૃત્વમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી આ વખતે ૧૨૨થી વધુ બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતાઓ છે.

જેમાં ખાસ કરીને ટ્રાઇબલ પટ્ટી પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. જેને લઈને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલના આદિવાસી આગેવાનોની એક મીટિંગ ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ કરી હતી. જેમાં આદિવાસી મુદ્દા પર ખાસ ભાર મૂકી કોંગ્રેસ ભાજપ કે નવું આવનારું આપ આવા અનેક પક્ષો આવશે.

Related Posts