ધારાસભ્ય વાસણભાઇ આહિરે ૧.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવી
રાજ્યના પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે તેમની ધારાસભ્યને ગ્રાન્ટમાંથી વધુ રૂપિયા ૧.૨૫ કરોડની ગ્રાન્ટ આરોગ્ય લક્ષી સેવાઓ માટેના સાધનો ખરીદવા ફાળવી છે. ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં કોરોના ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આરોગ્ય સેવાના જરૂરી સાધનો ખરીદવા માટે ધારાસભ્ય ગ્રાન્ટ માંથી ગ્રાન્ટ ફાળવવા માટે રાજ્ય સરકારે આપેલી મંજૂરીના પગલે અંજારના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે પોતાની ધારાસભ્ય તરીકે ને સંપૂર્ણ રૂ ૧.૨૫ કરોડની ગ્રાન્ટ પોતાના મતવિસ્તારમાં જરૂરી આરોગ્ય સેવા માટેના જરૂરી સાધનો ખરીદવા માટે ફાળવવા કલેકટરને ફાળવી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે હોસ્પિટલોમાં જરૂરી સાધનો ખરીદવા માટે ધારાસભ્યોને તેમની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવવા માટેની રૂ ૨૫ લાખ સુધીની ગ્રાન્ટ ફાળવવા મંજૂરી આપી હતી. ત્યારબાદ તેમાં વધારો કરતા અંજારના ધારાસભ્ય અને રાજ્યના પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે અંજાર મતવિસ્તારમાં પોતાની ધારાસભ્ય ગ્રાન્ટ માંથી અગાઉ રૂ ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી હતી. ત્યારબાદ આજે તેમણે આરોગ્યલક્ષી સેવાઓ માટે જરૂરી વધુ સાધનો ઉપલબ્ધ થાય તે માટે પોતાની ગ્રાન્ટમાંથી વધુ બીજા રૂ ૧.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવતા તેમણે તેમની પૂરેપૂરી ગ્રાન્ટ આરોગ્ય સેવાના સાધનો ખરીદવા માટે ફાળવી દીધી છે.
Recent Comments