ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની ઉપસ્થિતિમાં બાબરા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોર ટુ ડોર કોંગ્રેસ નાગરિક અધિકાર પત્રનું વિતરણ કરવામાં આવ્યું
બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેર માં ધારાસભ્ય ઠુંમર સાથે રહી ડોર ટુ ડોર કોંગ્રેસ અધિકાર પત્ર ની વિતરણ કરી આવનારા સમય માં કોંગ્રેસ ની સરકાર બને તો વિવિધ વચન લોકો ને પત્ર મારફત વહેચ્યા હતા. કોંગ્રેસ સમિતિ સહિત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી દ્વારા આગામી ચુંટણી નો વચન રૂપી ઢંઢેરા માં જણાવ્યા મુજબ ભાજપી શાશન માં મોંઘવારી બેરોજગારી અને કાયદો વ્યવસ્થા ની સ્થિતિ ગુજરાત માં વણસી ચુકી છે લુંટ ધાડ હત્યા ની સ્થિતિ સહીત ગુજરાત ના દરિયા કિનારા ઉપર થી કરોડો ની કીમત ના ડ્રગ્સ આવી રહ્યા છે.
ગુજરાત હવે ડોલતું ગુજરાત બન્યું છે ત્યારે આવનારી લોકસભા ધારાસભા માં કોંગ્રેસ ના વિજય ની કામના સાથે નાગરિકો ને વચન બધ્ધ પર્ત્યેક વ્યક્તિ ને ૧૦ લાખના ખર્ચ ની સારવાર વિના મુલ્યે તમામ દવા ખેડુતો ને ત્રણ લાખ સુધી નું દેવું માફ ગુજરાત માં ૧૦ લાખ યુવક યુવતી સરકારી નોકરી સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ બેરોજગાર યુવાનો ને માસિક ૩૦૦૦ ભથ્થું દુધ ઉત્પાદકો ને પ્રતિ લીટર ૫ રૂપિયા સબસીડી અને રાંધણ ગેસ માત્ર ૫૦૦ રૂપિયા કોરોના કાળ માં મૃત્યુ પામેલા ના સ્વજન ને ૪ લાખ ની સહાય વળતર આપવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વચન રૂપી આહવાન થયું હતુંશહેર માં ડોર ટુ ડોર કોંગ્રેસ આગેવાનો ચંદુભાઈ સાકરીયા બાવાલાલ હીરપરા ઇકબાલ ગોગદા ખીમજીભાઈ મારૂ મુસાભાઈ પરમાર જગુભાઈ ખાદા સહિત ના જોડાયા હતા
Recent Comments