ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે એ આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી અને ત્યાં રમાઈ રહેલી ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગતની વોલીબોલની ફાઇનલ મેચ નિહાળીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.
ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે એ વિજેતા ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત વિજેતા ટીમ સાથે સંવાદ કરીને તેમણે ઉચ્ચ કોટીની રમત માટે બિરદાવ્યા હતા તેમજ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.
વોલીબોલ ની ફાઇનલ મેચ જોવા માટે ભાવનગરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને દરેક રાજ્યના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આમ, ૨૬ સપ્ટેમ્બર થી શરૂ થયેલી નેશનલ ગેમ્સનું ભાવનગર ખાતે સમાપન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર ખાતે નેટબોલ, બાસ્કેટબોલ, અને વોલીબોલની રમતો રમાડવામાં આવી હતી. જેનું ખૂબ જ સરસ આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે મેયર શ્રી કીર્તિબેન દાણીધારીયા, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિવ્યરાજ સિંહ બારૈયા તેમજ વોલીબોલ એસોસિએશનનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments