fbpx
અમરેલી

ધારીનાં નબાપરામાંથી ચોરાઉ બાઈક અને મગફળીનો જથ્‍થો ઝડપી લેવાયો

ધારી નજીક આવેલ નબાપરા વિસ્‍તારમાં રહેતા એક ઈસમે પોતાના રહેણાંક મકાનમાં ચોરી કરેલ મોટર સાયકલ રાખેલ હોવાની બાતમી અમરેલી પોલીસ વડા નિર્લિપ્‍ત રાયને મળતા દરોડા પાડવા સૂચના આપતા એલ.સી.બી.એ તેમની પાસેથી બોટાદ ખાતેથી ચોરી કરેલ ર મોટર સાયકલ તથા નબાપરા વિસ્‍તારમાં આવેલ વંડામાંથી ચોરી કરેલ મગફળી મળી કુલ રૂા. 66,ર00ના મુદામાલ સાથે ર શખ્‍સોને ઝડપી લીધા હતા.

આ બનાવમાં ધારી નજીક આવેલ નબાપરા વિસ્‍તારમાં રહેતા રોહિત રમેશભાઈ વેદાણીએ પોતાના રહેણાંક મકાને ચોરી કરેલ મોટર સાયકલ છૂપાવ્‍યાની બાતમી મળતા અમરેલી એલ.સી.બી. ટીમે છાપો મારતા ત્‍યાંથી બોટાદ પંથકમાંથી ચોરી કરાયેલ મોટર સાયકલ નંગ-ર કિંમત રૂા. પ0 હજાર તથા ધારીના નબાપરા વિસ્‍તારમાં રહેતા ખેડુત અરવિંદભાઈ કરશનભાઈ રૂડાણીના વંડામાંથી ચોરી કરેલ મગફળી 18 મણ કિંમત રૂા. 16,ર00ના મુદામાલ સાથે આરોપી રોહિત રમેશભાઈ વેદાણી તથા મનસુખ લક્ષ્મણભાઈ સીસદાણા નામના ર ઈસમોને કુલ રૂા. 66,ર00ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts