ધારીનાં સુખપુર ગામમાં શિકારી દીપડો પાંજરે પુરાયો

ધારી તાલુકાનાં સુખપુર ગામ ખાતે વન વિભાગનાં સ્ટાફ ઘ્વારા શિકારી દીપડાનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. દીપડાનાં ત્રાસથી ગામલોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. અવાર-નવાર લોકોનાં ઘરે પશુઓના શિકાર કરતો દીપડો ગઈકાલે સુખપુરનાં નારણભાઈ ગમારાને ત્યાં વાછરડાનું મારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરપંચ ઘ્વારા વન વિભાગને જાણ કરી પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ગણતરીની કલાકોમાં વન વિભાગનાં કર્મચારીઓ ઘ્વારા શિકારી દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.
Recent Comments