વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારી ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદીરના પટાંગણમાં ધારી તાલુકા ભાજપ દ્વારા યોજાયેલ યોગ શિબિરમાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહીને સવારના 7 થી 8 કલાક સુધી યોગ અને ઘ્યાન કરેલ.
આ શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન કાનાણી, ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણી, પૂર્વધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીલ્લા પંચાયત સદસ્યા શ્રીમતિ કમળાબેન ભુવા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી સુરેશભાઈ ગમારા, મહીલા અગ્રણી શ્રીમતિ મુક્તતાબેન ભુવા, તાલુકા પંચાયત સદસ્યા શ્રીમતિ નિર્મલાબેન લુણગાતર, તાલુકા ભારતિય કિસાન સંઘ પ્રમુખ લાલજીભાઈ વેકરીયા, મહેશભાઈ રાવળ, અનકભાઈ ધાધલ સહિત આગેવાનો અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ કોચ તરિકે ધારી તાલુકા ભાજપ મંત્રી શ્રીમતિ હિનાબેન રાવળે યોગ કરાવીને શરીરમા યોગની મહત્વતા સમજાવેલ, કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કરવામા આવેલ.
Recent Comments