ધારીમાં આવેલી એક લોન્ડ્રમાં ઇસ્ત્રી માટે આવેલા કપડાની થેલીમાંથી બે-હજારના દરની 76 નોટ મળી આવતા પ્રમાણિક લોન્ડ્રી સંચાલકે પૈસા પરત કરી ખૂબ જ ઉમદા પ્રમાણિક ઉદાહરણ પૂરું પાડયું હતું.
ધારીના અમરેલી રોડ પર આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં ચામુંડા લોન્ડ્રી નામની ધોબીની દુકાન ચલાવતા શામજીભાઈ સિમરીયાને ત્યાં એક યુવાને ઇસ્ત્રી માટે કપડાની થેલી આપેલ જેમાં પ્લાસ્ટિક કોથળીમાં પેક રૂ. બે હજારના દરની 76 નોટ ભરેલી પોલીથીન બેગ મળી આવેલ એટલે કુલ 1 લાખ પર હજાર રોકડા મળી આવ્યા હતા. પરંતુ, શામજીભાઈના પુત્ર વિશાલને એ ખ્યાલ ન હતો કે આ ઇસ્ત્રી કરવા આપી ગયેલ વ્યક્તિત ખરેખર હતા કોણ, જેથી તેમણે કોન્ટેકટ ન કરેલ પણ પૈસા સાચવી મુકી રાખ્યા હતા. જેથી સાંજે જ એ જ કપડાની થેલી લેવા આવેલા શિવનગરના રહીશ આહિર ઘુઘાભાઈ પરડવાને શામજીભાઈ સિમરીયાએ પોલીથીન બેગ ભરેલા 1 લાખ પર હજાર આપી જણાવ્યું હતું કે આપની ઈસ્ત્રીના કપડા સાથે પૈસા પણ નિકળ્યા છે આપ ગણી લેશો. આજોતા ઘુઘાભાઈ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને રાજી થઈ ગયા હોય પ્રમાણિક શામજીભાઈ સિમરીયાને આવી ગમે તેનું ઈમાન ડગમગાવી દે, તેવી ઈમાનદારી દાખવવા બદલ હૃદયપૂર્વક અભિનંદન છે.
Recent Comments