ધારાસભ્ય સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો અને વેપારીઓની પ્રબળ હાજરી
ધારીના શ્રી ગાયત્રી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર સેવાનો ભવ્ય પ્રારંભ લીઓનીઆ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો અને વેપારીઓની પ્રબળ તેમજ સ્વયંભૂ હાજરી હતી શ્રી ગાયત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટના કાર્યકરોનો જુસ્સો વધારવા સ્વયંભૂ જ સહુ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રારંભ થયાના દિવસે જ જરૂરીયાત અનુભવતા દર્દીઓ માટે સંજીવની સમાન ઓક્સિજન સિલિન્ડર ફાળવવામાં આવ્યા હતા
શ્રી ગાયત્રી ફાઉન્ડેશનના ધારી ભાજપ અગ્રણી હિતેશભાઈ જોશી, ઉપસરપંચ અને સાધુ સમાજ પ્રમુખ જીજ્ઞેશગિરિ ગોસાઈ, જૈનસંઘ પ્રમુખ ભરતભાઈ શેઠ, અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન અશ્વિનભાઈ ગજેરા, બ્રહ્મસમાજના યુવા આગેવાન કૌશિકભાઈ વ્યાસના સહયારા અને માનવતાથી મહેકતા સ્તુત્ય કાર્ય એવા નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર સેવાને બિરદાવવા ખૂદ ધારાસભ્ય જે વી કાકડીયા, અવધ ટાઈમ્સના તંત્રી ભરતભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન અને ખોડાભાઈ ભૂવા, ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણી, ધારી ભાજપ મહામંત્રી વિપુલભાઈ બુંહા, મૃગેશભાઈ કોટડીયા, જીતુભાઈ પાઘડાળ, ઉપેન્દ્રભાઈ વાળા, જેક્યુદિનભાઈ હથિયારી, કાળુભાઈ લિંબાસીયા, ભરતભાઈ રાદડિયા, ભરતભાઈ પરમાર, હિમાંશુભાઈ કંસારા, મિતેશભાઈ કોઠારી, હિમાંશુભાઈ ઠાકર, બરકતભાઈ ચાવડા, ઉદયભાઈ ચોલેરા, અજયભાઈ મહેતા, રાજેશભાઈ વાઘેલા, કીર્તિરાજ રૂપારેલીયા, હિતુભાઈ સાદ્રાણી, ટીનાભાઈ ટાંક, જસાણીભાઈ, કશ્યપભાઈ કૃષ્ણાંતર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવી પ્રશંસનીય કામગીરી બદલ દિલ ખોલીને અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments