ધારી આંબરડી સફારી પાર્કની ઘેલાણી મહિલા કોલેજની કુલ ૧૫૩ વિદ્યાર્થીનીઓને વિઝીટ કરાવતા સાવરકુંડલા ડી વાય એસ પી હરેશ વોરા..

પોલીસ વિભાગમાં ચાલતા સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ હેઠળ પોલીસ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે સંવાદ સેતુ રહે પોલીસ પ્રત્યે યુવા વર્ગનો અભિગમ કામગીરી જાણીને પોઝીટીવ રહે તે માટે પોલીસ અધ્યક્ષ હિમકરસિંહ નાઓ સતત પ્રયત્નશીલ રહે છે જેની સૂચના મુજબ ગત વર્ષ ૨૦૨૨ ના ૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસે ડીવાયએસપી હરેશ વોરા સાહેબે વિદ્યાર્થીઓને સિંહ દર્શન કરવા લઈ જવાની વાત કરેલી હતી તે મુજબ આજરોજ સાવરકુંડલાની ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની કુલ ૧૫૩ વિદ્યાર્થીનીઓ તેમજ આચાર્ય ચાવડા સાહેબ શિક્ષકગણ છાયાબેન, નયનાબેન વાળાને સાથે લઈને ધારી મુકામે આંબરડી સફારી પાર્ક લઈ ગયા હતા. જ્યાં સિંહ દર્શન કરાવેલ અને તમામને નાસ્તો પણ કરાવ્યો હતો. સમગ્ર પ્રવાસની વ્યવસ્થા સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરા દ્વારા કરવામાં આવેલ હતી એમ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાની એક યાદીમાં જણાવાયું હતું
Recent Comments